Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૬૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૪
હવે અન્યસૂત્રના સંબંધને જણાવવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છેપ્રમાળનવૈધિામ: એ સૂત્રના અનુસંધાનમાં પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણ કહ્યાં. હવે નયોને કહીશું. તે આ પ્રમાણે
નૈગમ વગેરે નયોનું વર્ણન—
नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दा नयाः ॥१-३४॥ સૂત્રાર્થ—નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એ પાંચ નયો છે. (૧-૩૪)
માથં— નૈગમ:, સબ્રહો, વ્યવહાર:, ૠનુસૂત્ર:, શન્દ્ર ત્યેતે પશ્ચ નયા મવન્તિ ૫-રૂા
ભાષ્યાર્થ— નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ આ પાંચ નયો છે. (૧-૩૪)
टीका - नैगमश्च सङ्ग्रहश्चेत्यादि कृतद्वन्द्वसमासानां पञ्चानामपि प्रथमा-बहुवचनान्तं, नया इति चानेकधर्मात्मकस्य वस्तुन एकधर्माध्यवसायादि-लक्षणा इति सूत्रसमुदायार्थः । अवयवार्थमाह- 'नैगम' इत्यादिना निगम्यन्ते- परिच्छिद्यन्त इति निगमा:- पदार्थाः लौकिकास्तेषु भवो नैगमः, सदभेदेन सर्वं गृह्णातीति सङ्ग्रहः सत्सङ्गृहीतानां विधिपूर्वकं व्यवहरणं व्यवहारः, ऋजु - सममकुटिलं सूत्रयतीति ऋजुसूत्र:, यथार्थशब्दनाच्छब्द इत्येवमर्थाः, एते पञ्च नया भवन्ति ॥१-३४॥
ટીકાર્થ દ્વન્દ્વસમાસવાળા નૈગમ વગેરે પાંચેય શબ્દોનું પ્રથમાબહુવચનાંત રૂપ છે. નયો અનેક ધર્મસ્વરૂપ વસ્તુના (આ નિત્ય જ છે, આ અનિત્ય જ છે એ રીતે) એક ધર્મનો નિશ્ચય કરનારા છે.
આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. ભાષ્યકાર “નૈમ” ઇત્યાદિથી અવયવાર્થને કહે છે—
નૈગમ— જે જણાય છે(=જેનો બોધ કરાય છે) તે નૈગમ, અર્થાત્ નિગમ એટલે લૌકિક પદાર્થો. લૌકિક પદાર્થોમાં થનાર(=લોક વ્યવહારને ૧. આવિ શબ્દથી એક ધર્મનો સ્વીકાર કરનારા છે વગેરે સમજવું.