Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૩ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૬૭ તેથી ઢેફાને આ સુવર્ણ છે એમ વિપરીત જાણતા મિથ્યાષ્ટિનું નિશ્ચિત અજ્ઞાન જ છે. અહીં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહિ, કિંતુ મિથ્યાજ્ઞાન (કે વિપરીત જ્ઞાન) એવો અર્થ છે. તે જ્ઞાન જ નથી.
આ પ્રમાણે દષ્ટાંતને કહીને “ત ઈત્યાદિથી દાન્તિકની સાથે યોજનાને કહે છે. જેવી રીતે પૂર્વે અજ્ઞાન કહ્યું તેવી રીતે મિથ્યાદર્શન (=મિથ્યાત્વ મોહનીય) કર્મથી જેના ઇન્દ્રિય-મન હણાયેલા છે તે પ્રમાતાના મતિ-શ્રુત-અવધિ પણ અજ્ઞાન જ હોય છે. કેમકે તે જીવ મિથ્યાદર્શનથી ગૃહીત હોવાથી સંમૂઢચેતનાવાળો છે. આથી જ મનુષ્ય એજ દેવ છે કે મનુષ્ય દેવથી ભિન્ન છે? એવી સાંખ્ય આદિની માન્યતા સતુ-અસનું ભેદ કરનારી નથી એમ વિચારવું. પ્રાસંગિક વર્ણન આટલું પૂર્ણ છે. (૧-૩૩)
भाष्यावतरणिका- उक्तं ज्ञानम् । चारित्रं नवमेऽध्याये वक्ष्यामः । प्रमाणे चोक्ते । नयान् वक्ष्यामः । तद्यथा
ભાષ્યાવતરણિકાÁ– જ્ઞાન કહ્યું. ચારિત્રને નવમા અધ્યાયમાં કહીશું. બે પ્રમાણો કહ્યા. હવે નયોને કહીશું. તે આ પ્રમાણે
टीकावतरणिका- 'उक्तं ज्ञानं' मत्यादिप्रागुपन्यस्तं, इदानीं चारित्रावसर इत्यत आह-'चारित्रं नवमेऽध्याये वक्ष्यामः' आश्रवनिरोधः સંવર: (૧) સ સમિતિધનુpક્ષાપરીષહૃદયવારિત્ર' (૧.૨) रित्यादिना ग्रथेन, ततः शास्त्रार्थपरिज्ञानगम्यत्वादस्येति सूत्रान्तरसम्बन्धाभिधित्सयाऽऽह-प्रमाणे चोक्ते, प्रमाणनयैरधिगम इति सूत्रानुवृत्तौ प्रमाणे च परोक्षप्रत्यक्षे उक्ते, अधुना नयान् वक्ष्यामः, 'तद्यथे'त्येतदुपन्यासार्थः ।
ટીકાવતરણિકાર્થ– ઉપસંહારને કહે છે- “વર્ત જ્ઞાનમ" ફત્યાદિ, જ્ઞાન કહ્યું. હવે ચારિત્રને કહેવાનો અવસર છે. આથી કહે છે- ચારિત્રને નવમા અધ્યાયમાં પહેલું અને બીજું સૂત્ર વગેરે સૂત્રો દ્વારા કહીશું. કેમકે ચારિત્ર શાસ્ત્રાર્થના જ્ઞાનથી જાણી શકાય છે.