Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૨ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૨૬૩ જ્ઞાન પણ હોય. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. આ જ અર્થને પ્રગટ કરતા ભાષ્યકાર કહે છે- “તિશીનમ” રૂલ્યક્તિ, જ્ઞાનવિપર્યય એટલે અયથાર્થ બોધ એટલે કે અજ્ઞાન.
શંકા-મતિ આદિને જ્ઞાન કહેવું અને તેને જ અજ્ઞાન કહેવું એ છાયાઆતપ અને શીત-ઉષ્ણની જેમ અત્યંત વિરુદ્ધ છે. જ્ઞાન અને અજ્ઞાન પરસ્પર એક-બીજાને છોડીને રહેતા હોવાથી જ્ઞાનથી અજ્ઞાન અને અજ્ઞાનથી જ્ઞાન અત્યંત વિરુદ્ધ છે. એક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ બે ધર્મોનો સમારોપ કરવામાં આવતો નથી.
સમાધાન- તત્ત્વભૂત પદાર્થોની અશ્રદ્ધા રૂપ મિથ્યાદર્શનથી ગ્રહણ કરાયેલા હોવાથી અને એથી જ વિપરીત વસ્તુના ગ્રાહક હોવાથી અજ્ઞાન થાય છે, અર્થાત્ મિથ્યાત્વરૂપ ઔદયિકભાવના સંબંધથી ત્રણે અજ્ઞાન થાય છે. તે આ પ્રમાણે- મિથ્યાત્વના ઉદયથી વિપરીત વસ્તુનું ગ્રાહક મતિજ્ઞાન જ મતિઅજ્ઞાન થાય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન વિષે પણ જાણવું. વિભંગ એવા અવયવનું વ્યાખ્યાન કરે છે- મિથ્યાત્વના ઉદયથી વિપરીત વસ્તુના ગ્રાહક અતીન્દ્રિય પદાર્થ સંબંધી અવધિના બોધને શાસ્ત્રમાં વિભંગ કહેવામાં આવે છે. તેથી તે જ્ઞાન છે તે જ અજ્ઞાન નથી, કિંતુ નિમિત્તના ભેદથી જ્ઞાન અને અજ્ઞાન એવી વ્યવસ્થા છે.
પ્રથમના ત્રણ જ્ઞાન શા કારણે અજ્ઞાન પણ હોય ખત્રા રૂત્યાતિ, અહીં જ્ઞાન-અજ્ઞાનના વિભાગને કહ્યું છતે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે- તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનથી ગૃહીત અને એથી જ અવિપરીત અર્થ ગ્રાહક મતિ આદિ ત્રણ જ્ઞાન છે, મિથ્યાદર્શનથી ગૃહીત અને એથી જ અયથાર્થ ગ્રાહી મતિ આદિ ત્રણ અજ્ઞાન છે એમ આપે કહ્યું. પણ લૌકિકો અને અન્યદર્શનીઓ એમ બે પ્રકારના તથા ભવ્યો(=મુક્તિમાં જવા માટે યોગ્ય) અને અભવ્યો (=મુક્તિમાં જવા માટે અયોગ્ય) એમ બે પ્રકારના મિથ્યાષ્ટિઓ પણ