Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૪૩ भावयति-'ताभ्यां ही'त्यादि, ताभ्यां-मतिश्रुताभ्यां यस्मात् सर्वाणि द्रव्याणि धर्मादीनि जानीते, न तु सर्वैः पर्यायैः उत्पादादिभिः, अस्य भावना-मतिज्ञानी तावच्छृतज्ञानोपलब्धेषु सर्वद्रव्येषु यदाऽक्षरपरिपाटीमन्तरेण स्वभ्यस्तविन्यस्तानि ध्यायति तदा सर्वाणि जानाति, न तु सर्वान् पर्यायान्, अल्पकालत्वान्मनसश्चाशक्तेरिति, एवं श्रुतग्रन्थानुसारेणापि भावनीयम् ॥१-२७॥
ટીકાર્થ– આ સૂત્રનો સમુદિત અર્થ સ્પષ્ટ છે. અવયવાર્થને તો ભાષ્યકાર કહે છે- 'જ્ઞાન પ્રસ્તુત છે. એથી ભાષ્યકાર એ પ્રમાણે કહે છે- મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનો વિષયવ્યાપાર ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યોમાં અને ઉત્પત્તિ આદિ કેટલાક પર્યાયોમાં થાય છે, અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાનથી સર્વદ્રવ્યો અને કેટલાક પર્યાયો (સર્વ નહિ, કિંતુ કેટલાક પર્યાયો) જાણી શકાય છે. આને જ ભાષ્યકાર વિચારે છે- “તામ્ય દિ રુત્યકારણ કે મતિ-શ્રુત વડે ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યોને જીવ જાણે છે. પણ તે દ્રવ્યોના ઉત્પત્તિ આદિ સર્વપર્યાયોને નથી જાણતો. આનો ભાવાર્થ આ છે- મતિજ્ઞાની, શ્રુતજ્ઞાનથી ઉપલબ્ધ(=જાણેલાં) સર્વદ્રવ્યોમાં જ્યારે અક્ષરપરિપાટી વિના(શ્રુતની સહાય વિના) સારી રીતે અભ્યસ્ત વિષયોનું ચિંતન કરે છે ત્યારે તે સર્વદ્રવ્યોને જાણે છે, પણ સઘળા પર્યાયોને જાણતો નથી. (કેટલાક જ પર્યાયોને જાણે છે.) કારણ કે ઇન્દ્રિયોનો વિષય અલ્પકાલીન છે અને મનમાં એટલી શક્તિ નથી કે જેથી સર્વપર્યાયોને જાણી શકે. એ પ્રમાણે શ્રતગ્રંથાનુસાર થતાં ચિંતનમાં પણ વિચારવું. (૧-૨૭)
टीकावतरणिका- अवधेविषयनिबन्धनमाह૧. મૂળ સૂત્રમાં મતિ-શ્રુત એવો પ્રયોગ છે. તેમાં જ્ઞાન શબ્દ નથી, ભાષ્યકારે મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન એમ જ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે. આના સંદર્ભમાં ટીકાકારે જ્ઞાન પ્રસ્તુત છે ઇત્યાદિ કહ્યું છે. -- - ૨. વિન્યસ્ત શબ્દનો શબ્દાર્થ મૂકેલ, થાપેલ કે ગોઠવેલ એવો છે. ભાવાર્થ તો અનુવાદમાં લખ્યા
મુજબ છે. -