Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૫૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૧ સૂત્રનો સમુદિત અર્થ છે. આ જ અર્થને બતાવતા ભાષ્યકાર કહે છેજ્ઞાનની વિચારણાનો અધિકાર ચાલતો હોવાથી પ્રસ્તુત મતિજ્ઞાન આદિમાંથી પ્રથમથી શરૂ કરીને ચાર સુધી પ્રમાતા એક જીવમાં એકી સાથે ચાર જ્ઞાન હોય છે.
આને જ સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે- મિશ્ર ફત્યાતિ, મનુષ્ય વગેરે કોઈક જીવમાં પાંચમાંથી એક જ્ઞાન હોય છે, અર્થાત્ પહેલું મતિજ્ઞાન જ હોય છે. આ જ્ઞાન જેણે અક્ષરશ્રુતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તેવા નિસર્ગ સમ્યગ્દર્શનવાળા અને નિસર્ગથી માત્ર પ્રવચનમાતાના જ્ઞાનવાળા જીવમાં જાણવું. તથા કોઈક જીવમાં મતિ-શ્રુત એ બે જ્ઞાન હોય. આ બે જ્ઞાન પણ જેણે અક્ષરશ્રુતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા સમ્યગ્દષ્ટિ જીવમાં હોય.
તથા કોઈક જીવમાં મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાન હોય. અવધિજ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વના બે જ્ઞાન સહિત મતિ-શ્રુત-અવધિ એમ ત્રણ જ્ઞાન હોય. (અથવા મતિ-શ્રુત-મન:પર્યવ એ ત્રણ જ્ઞાન હોય.)
કોઈક જીવમાં મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય એમ ચાર જ્ઞાન હોય. ત્રણ જ્ઞાનવાળા જીવને મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન થતાં ચાર થાય.
પ્રશ્ન–મતિ-શ્રુતનો એકી સાથે લાભ (કૃતં તિપૂર્વ૬૧-૨૦સૂત્રમાં) કહ્યો છે. તેથી મતિજ્ઞાન એકલું કેવી રીતે હોય?
ઉત્તર- મતિ-શ્રુતનો લાભ એકી સાથે થતો હોવા છતાં તેમના ઉપયોગનો પ્રકાર ભિન્ન હોવાથી તેમના ઉપયોગને આશ્રયીને મતિજ્ઞાન શ્રુતપૂર્વક ન હોવાથી મતિજ્ઞાન જ એકલું હોય છે.
પાટલિપુત્ર સુધી વરસાદ વરસ્યો, અર્થાતુ પાટલિપુત્રની હદ સુધી વરસાદ વરસ્યો, પણ પાટલિપુત્રમાં ન વરસ્યો. હવે જો અભિવિધિ અર્થ કરવામાં આવે તો પાટલિપુત્રમાં પણ વરસાદ વરસ્યો એવો અર્થ થાય. પ્રસ્તુતમાં આવતુર્થ: શબ્દમાં રહેલા મા અવ્યયનો અભિવિધિ અર્થ હોવાથી ચાર પણ આવી જાય. આથી એકી સાથે ચાર જ્ઞાન હોઈ શકે એવો અર્થ થાય. પણ જો મર્યાદા અર્થ કરવામાં આવે તો ચાર છૂટી જાય. એકી સાથે ત્રણ જ્ઞાન હોઈ શકે એવો અર્થ થાય.