Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૫૯ સમયે શ્રત વગેરે અન્યનો ઉપયોગ હોતો નથી, અર્થાત્ અન્ય ઉપયોગની સાથે નહિ ભળેલો ઉપયોગ હોય છે.
પન્ન” ફર્યાદ્ધિ, સંભિન્ન જ્ઞાન-દર્શનવાળા ભગવાન કેવળીને એકી સાથે સર્વભાવગ્રાહક અને નિરપેક્ષ એવા કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં અનુસમય ઉપયોગ હોય છે. સંભિન્ન સર્વપર્યાયોના ગ્રાહક (જ્ઞાતા). જ્ઞાન-વિશેષવિષયવાળું દર્શન સામાન્ય વિષયવાળું ભગવાન=સંપૂર્ણ ઐશ્વર્યાદિથી યુક્ત. કેવળી=પરમજ્ઞાની. એકીસાથે=ક્રમ વિના. સર્વભાવગ્રાહક= પંચાસ્તિકાયના ગ્રાહક. નિરપેક્ષત્રશેય સિવાય અન્ય વસ્તુની અપેક્ષાથી રહિત. કેવળજ્ઞાન અને કેવળદર્શન પરસ્પર સંકળાયેલા એવા વિશેષ અને સામાન્યને ગ્રહણ કરે છે, અર્થાત્ ક્ષાયિક બોધ સ્વરૂપ છે.
અનુસમય– અનુ એટલે અનુગત, અર્થાત્ વ્યવધાનથી રહિત. સમય એટલે જેનો વિભાગ ન થઈ શકે તેવો અંતિમ કાળ. જે કાળ પ્રવાહમાં વ્યવધાનથી રહિત અને વિભાગથી રહિત હોય તે અનુસમય, અર્થાત્ પ્રત્યેક સમય.
ઉપયોગ– પોતાના વિષયને ગ્રહણ કરવાનો વ્યાપાર. કેવળીને પ્રતિસમય સદા કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપયોગ હોવાથી અન્ય ઉપયોગથી અસંકિર્ણ—અમિશ્રિત ઉપયોગવાળા મતિ આદિ જ્ઞાનનો અભાવ છે.
શી” તિ, અન્ય યુક્તિનું આલંબન લે છે, “યોપશમ” ફત્યાતિ, પૂર્વના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય એ ચાર જ્ઞાન ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન સ્વાવરણના ક્ષયથી જ પ્રગટ થાય છે. ક્ષયમાં ક્ષયોપશમ ન હોય એવો અભિપ્રાય છે. ઉપસંહાર કરતા ૧. અહીં ભાવાર્થ આ છે- મત્યાદિ ચાર જ્ઞાનમાંથી કોઈ એક જ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે અન્ય
ત્રણ જ્ઞાનનો ઉપયોગ ન હોય. મતિજ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે શ્રુતાદિ જ્ઞાનનો ઉપયોગ ન હોય. શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે અત્યાદિ જ્ઞાનનો ઉપયોગ ન હોય. માટે અહીં ટીકામાં કચોપયો. સંપિયો... ઇત્યાદિ લખ્યું છે.