Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૪૨ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૭ છે- કેવળજ્ઞાન દશમા અધ્યાયમાં કહેવાશે. કેવળજ્ઞાન ઘાતકર્મોના ક્ષયથી જ થાય. ઘાતકર્મોનો ક્ષય સંવરથી થાય. તેથી સંવર નવમા અધ્યાયમાં કહેવાશે. આથી જ દશમા અધ્યાયના પ્રથમ સૂત્રને કહે છે
મોદક્ષયા” ફત્યાદ્રિ, મોહ એટલે મોહનીયકર્મ. તેના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના ક્ષયથી કેવલજ્ઞાન થાય છે.
“ત્રાઈ ફત્યાદિ, આ અવસરે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે પૂર્વોક્ત મતિજ્ઞાન આદિમાં કયા જ્ઞાનનો કયો વિષયનિબંધ છે?=કયા જ્ઞાનનો કયો વિષય છે? અર્થાત્ કયું જ્ઞાન કેટલું જાણી શકે છે? અહીં સૂત્રકાર પ્રત્યુત્તરને કહે છે–
મતિ-શ્રુતજ્ઞાનનો વિષયमतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥१-२७॥ સૂત્રાર્થ–મતિ-શ્રુત જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને કેટલાક પર્યાયો છે. (૧-૨૭)
भाष्यं- मतिज्ञानश्रुतज्ञानयोविषयनिबन्धो भवति सर्वद्रव्येष्वसर्वपर्यायेषु । ताभ्यां हि सर्वाणि द्रव्याणि जानीते, न तु सर्वैः पर्यायैः II-રણા.
ભાષ્યાર્થ– મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષયવ્યાપાર સર્વદ્રવ્યોમાં અને કેટલાક પર્યાયોમાં હોય છે. તે બે જ્ઞાનથી સર્વ દ્રવ્યોને જાણે છે પણ સર્વપર્યાયોથી સહિત નથી જાણતો, અર્થાત્ સર્વદ્રવ્યોને સર્વપર્યાયોથી સહિત નથી જાણતો. (૧-૨૭)
टीका- अस्य समुदायार्थः प्रकटः, अवयवार्थं त्वाह भाष्यकारः, प्रकृतं ज्ञानमित्येवमाह-'मतिज्ञानश्रुतज्ञानयोः' उक्तस्वरूपयोर्विषयनिबन्धो-विषयव्यापारो भवति, क्वेत्याह-'सर्वद्रव्येषु' धर्मास्तिकायादिषु, 'असर्वपर्यायेष्वि'त्यसम्पूर्णपर्यायेष्वित्यर्थः, पर्याया उत्पादादयः, एतदेव