Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૪૦ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૬ મન:પર્યાયજ્ઞાન અઢીદ્વીપ-સમુદ્ર પરિમાણ મનુષ્યક્ષેત્રમાં રહેલા મનો દ્રવ્યોને) જુએ છે, સૌધર્મ દેવલોક વગેરે અન્ય ક્ષેત્રમાં નહિ. અન્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મન:પર્યાપ્તિવાળા જીવોના મનોદ્રવ્યને ન જુએ. મન:પર્યાયજ્ઞાનનો વિષય મનુષ્યલોક જ છે. આથી ક્ષેત્રનું ગ્રહણ કર્યું છે.
સ્વામી- “સિન્યત્ સ્વામિઋત' રૂત્યાદિ, વળી અવધિજ્ઞાનમન:પર્યાયજ્ઞાનમાં સ્વામીથી કરાયેલો ભેદ છે. અવધિજ્ઞાન વિરતિધરને, અવિરતિધરને અને દેશવિરતિધર શ્રાવકને નરકાદિ ચારેય ગતિમાં થાય. મન:પર્યાયજ્ઞાન મનુષ્ય સંયતને જ થાય. મનુષ્ય શબ્દના ઉલ્લેખથી નારકાદિનો નિષેધ કર્યો. સંયત શબ્દના ઉલ્લેખથી મિથ્યાદષ્ટિથી પ્રારંભી પ્રમત્ત સુધીના છ પ્રકારના મનુષ્યોનો નિષેધ કર્યો. મન:પર્યાયજ્ઞાન મનુષ્યસંયતને જ ઉત્પન્ન થાય, અન્ય દેવાદિને ઉત્પન્ન ન થાય. વિષય- “
સિદ્ વિષયકૃત' રૂત્યાદ્ધિ, અવધિજ્ઞાની રૂપી સર્વદ્રવ્યોને જાણે છે, પણ સઘળા પર્યાયોને ન જાણે. એક એક પરમાણુના ક્યારેક અસંખ્ય, ક્યારેક સંખ્યાતા પર્યાયોને જાણે છે. ક્યારેક જઘન્યથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ ચાર પર્યાયોને જાણે છે. પણ એક એક પરમાણુના અનંત પર્યાયોને જાણવા માટે સમર્થ ન થાય. જો બધાય પર્યાયોને જાણે તો તે કેવળી જ બની જાય. કારણ કે “જે એકને જાણે છે તે સર્વને જાણે છે” એવું આગમ છે. આથી અવધિજ્ઞાનની વિષયવ્યવસ્થા અસર્વપર્યાયો (કેટલાક પર્યાયો) છે. મન:પર્યાયજ્ઞાનની વિષયવ્યવસ્થા એ પ્રમાણે નથી. એને કહે છે – “
તત્તમ મન:પર્યાયી” તિ, મન:પર્યાયજ્ઞાનની વિષયવ્યવસ્થા અવધિજ્ઞાની વડે જણાયેલા દ્રવ્યોનો અનંતમો ભાગ છે.
મન:પર્યાયજ્ઞાની મનોવર્ગણાના મનરૂપે પરિણમેલા દ્રવ્યોને જ જાણે છે. તે દ્રવ્યો અવધિજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોના અનંતમા ભાગે છે. અવધિજ્ઞાન-મન પર્યાયજ્ઞાનમાં અતીન્દ્રિયપણાની અપેક્ષાએ સમાનતા હોવા છતાં વિશુદ્ધિ આદિની અપેક્ષાએ ભેદ છે. (૧-૨૬) ૧. મન:પર્યવજ્ઞાન અપ્રમત્તસંયતને જ ઉત્પન્ન થાય તેથી પ્રમત્ત સુધીના છનો નિષેધ કર્યો.