Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૧૯
સૂત્ર-૨૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
નારક-દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય ટીકાર્થ નારકોને અને દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. સૂત્રનો સમુદિત અર્થ સ્પષ્ટ છે. અવયવાર્થને ભાષ્યકાર નારામ ઈત્યાદિથી કહે છે–
નારકોને અને દેવોને યથાસ્વ ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે, ભવપ્રત્યય એટલે ભવહેતુક, અર્થાત્ ભવનિમિત્તક. જેમ પક્ષીઓને આકાશમાં ઉડવાની શક્તિ ભવપ્રત્યય હોય છે, તેમ નારક-દેવોને અવધિજ્ઞાન ભવપ્રત્યય હોય છે. તેમને અવધિજ્ઞાન માટે શિક્ષા કે તપની જરૂર નથી. સીમંત વગેરે નરકો છે. તેમાં ઉત્પન્ન થયેલા તીવ્ર દુઃખના ભાગી જીવો નારકો છે. જે દીપે તે દેવો. અતિશય સુખના ભાગી એવા ભવનવાસી વગેરે જેવો જ દેવો છે.
યથાસ્વ– જેનું જેનું જેટલું જેટલું ક્ષેત્ર નિયત થયેલું હોય તેને તેટલું તેટલું અવધિજ્ઞાન હોય. જેમકે- કોઇને એક ગાઉ જેટલું અવધિજ્ઞાનનું ક્ષેત્ર હોય, કોઇનું પચીસયોજન જેટલું અવધિજ્ઞાનનું ક્ષેત્ર હોય. આ રીતે યથાયોગ્ય ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય.
અવધિજ્ઞાન લાયોપથમિક છે તેથી અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં ભવરૂપ કારણને ન જોતા કોઇકને અહીં પ્રત્યયશબ્દ જ્ઞાનવાચી છે એવો ભ્રમ ન થાય એટલા માટે ભાષ્યકાર સ્વયં જ પ્રત્યય શબ્દના અર્થને કહે છેભવપ્રત્યય એટલે ભવહેતુક, અર્થાત્ ભવનિમિત્તક. આ પ્રત્યય શબ્દ કારણવાચી જ છે.
પ્રશ્ન– (ભવ ઔદયિકભાવ છે.) ઔદયિકભાવ અવધિજ્ઞાનનું કારણ કેવી રીતે બને? અવધિજ્ઞાન લાયોપથમિક છે એમ સુપ્રસિદ્ધ છે.
ઉત્તર- તમારું કથન સાચું છે, પણ તે જ ભવમાં ક્ષયોપશમ અવશ્ય થાય છે. આથી ભવ કારણ છે એમ કહેવાય છે.
આ જ વિષયને કહે છે- “તેષાં હિં રૂત્યવિ, નારક-દેવોને ભવસત્તા જ નિશ્ચયથી જેનાથી અવધિજ્ઞાન અવશ્ય થાય તેવા ક્ષયોપશમનું કારણ બને છે. વ્યવહારથી તો જ્ઞાનનું જ કારણ બને છે, અર્થાત્ ભવસત્તા