Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૯૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ मतिज्ञानमिन्द्रियानिन्द्रियनिमित्तमात्मनो ज्ञस्वाभाव्यात्पारिणामिकम् । શ્રુતરાને તુ તપૂર્વમાનોદ્દેશાત્ મવતીતિ I૬-૨ની
ભાષ્યાર્થ– શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન અને જિનવચન આ બધા શબ્દનો એક અર્થ છે. અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ શ્રુતજ્ઞાન બે પ્રકારે છે. તેમાં અંગબાહ્ય અનેક પ્રકારનું છે અને અંગપ્રવિષ્ટ બે પ્રકારનું છે. તે આ પ્રમાણે- સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યાયો, દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ, ઋષિભાષિત વગેરે. અંગપ્રવિષ્ટ બાર પ્રકારનું છે તે આ પ્રમાણે- આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતધર્મકથા, ઉપાસક અધ્યયનદશા, અત્તકૃદશા, અનુત્તરૌપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દષ્ટિપાત. પ્રશ્ન- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં શો ભેદ છે?
ઉત્તર– મતિજ્ઞાન ઉત્પન્ન થયેલા અને વિનાશ નહીં પામેલા પદાર્થને ગ્રહણ કરે છે તથા મતિજ્ઞાન વર્તમાનકાળના વિષયવાળું છે. શ્રુતજ્ઞાન તો ત્રણેય કાળના વિષયવાળું છે તથા ઉત્પન્ન થયેલા, વિનાશ પામેલા અને ઉત્પન્ન નહિ થયેલા પદાર્થને ગ્રહણ કરે છે.
પ્રશ્ન- મતિ-શ્રુતના ભેદને અમે ગ્રહણ કરીએ છીએ (સ્વીકારીએ છીએ). હવે શ્રુતજ્ઞાન બે પ્રકારનું, અનેક પ્રકારનું અને બાર પ્રકારનું છે. આવો ભેદ શાના કારણે કરાયો છે ?
ઉત્તર-વક્તાવિશેષના કારણે શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. સર્વજ્ઞ, સર્વદર્શી, પરમર્ષિ અને અરિહંત એવા ભગવાન વડે તેમના સ્વભાવથી તથા પરમશુભ પ્રવચનની પ્રતિષ્ઠા કરવાના ફળવાળા તીર્થંકરનામકર્મના અનુભાવથી જે કહ્યું તથા ભગવાનના શિષ્યો અતિશયવાળા અને ઉત્તમ અતિશય વાગ્રબુદ્ધિથી સંપન્ન એવા ગણધરો વડે જે રચાયું તે અંગ પ્રવિષ્ટ છે.