Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૦૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે, અર્થાત્ પહેલાં મતિજ્ઞાન થાય છે, પછી શ્રુતજ્ઞાન થાય છે.
પ્રશ્ન- મતિ-શ્રતની પ્રાપ્તિ એકી સાથે જ થાય છે, તો પછી શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય એ કેવી રીતે?
ઉત્તર- ઉપયોગની અપેક્ષાએ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે, અર્થાત્ કૃતોપયોગ મતિના નિમિત્તથી થાય છે. શ્રુતજ્ઞાનનો મુખ્ય હેતુ શબ્દ સ્વરૂપ શ્રત છે.
શ્રુતના પર્યાયવાચી શબ્દો શ્રુતના પર્યાયવાચી શબ્દોને કહે છે- શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન અને જિનવચન આ બધા શબ્દોનો એક જ અર્થ છે, અર્થાત્ આ બધા પર્યાયવાચી શબ્દો છે. શ્રત=જે સંભળાય તે શ્રત. શ્રુત શબ્દરૂપ છે. આપ્તવચન=તીર્થકર આદિનું વચન. આગમ-આચાર્યની પરંપરાથી જે આવે તે આગમ. ઉપદેશ=જે ઉપદેશાય છે=ઉચ્ચારાય છે તે ઉપદેશ. ઐતિહ્ય–વૃદ્ધો સ્મરણ કરે છે તેથી ઐતિહ્ય છે. આમ્નાય=નિર્જરાના અર્થી જીવો વડે જેનો અભ્યાસ કરાય તે આમ્નાય. પ્રવચન=પ્રકૃષ્ટ, પ્રશસ્ત, પ્રધાન કે પ્રથમ વચન તે પ્રવચન. જિનવચન=જેના રાગાદિ દોષો ક્ષીણ થયા છે તેનું વચન. “રૂત્યનાથન્તર” રૂતિ, આ બધા શબ્દોનો શ્રત એવો એક જ અર્થ છે. આ પ્રમાણે આ પર્યાયવાચી શબ્દોથી દ્વાદશાંગ-ગણિપિટક કહેવામાં આવે છે.
શ્રુતજ્ઞાનના પ્રકારો ચિનેદશમેમ એ અવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે- હમણાં જ કહેલું શ્રુત અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે પ્રકારનું છે. શ્રતરૂપ પુરુષના અંગરૂપ આચાર આદિ ઋતથી બાહ્ય તે અંગબાહ્ય. શ્રતરૂપ પુરુષના અંગોની અંતર્ગત આચારાદિ શ્રત અંગપ્રવિષ્ટ છે. તે બે પ્રકારનું શ્રુત ક્રમશઃ અનેક પ્રકારનું અને બાર પ્રકારનું છે.