Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૧૩ આયુષ્યના દોષથી અલ્પશક્તિવાળા શિષ્યોના અનુગ્રહ માટે દશવૈકાલિક વગેરે જે કહ્યું તે અંગબાહ્ય છે. ગણધર=ગૌતમસ્વામી વગેરે. પરમ–ઉત્તમ. પ્રકૃષ્ટ=તેમની જાતિમાં (બધા સાધુ સમુદાયોમાં) શ્રેષ્ઠ. વાણી-વાણી શ્રેષ્ઠ વચનોવાળી હોય. મતિ=ત્પાતિકી આદિ શ્રેષ્ઠ મતિ હોય. શક્તિ=ગ્રંથરચના આદિની લબ્ધિવાળા હોય. આચાર્ય જ્ઞાનાચાર આદિ આચારોનું પાલન કરનારા.
અલ્પશક્તિવાળા શિષ્યોના અનુગ્રહ માટે કાળદોષોથી શિષ્યો અલ્પશક્તિવાળા થતા જાય છે. આથી શિષ્યોના ઉપર ઉપકાર કરવા માટે નાના જ ગ્રંથથી તત્ત્વને સમજશે એમ માનતા પૂર્વોક્ત ગુણવાળા આચાર્યો વડે દશવૈકાલિક વગેરે જે કહેવાયું છે તે દશવૈકાલિક વગેરે અંગબાહ્યશ્રુત છે.
આથી જ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનની અપેક્ષાએ અધિક વિષયવાળું છે એમ સર્વજ્ઞ' ઇત્યાદિથી કહે છે- સર્વજ્ઞપ્રણીત હોવાથી અને શ્રુતજ્ઞાન સંબંધી શેય પદાર્થો અનંત હોવાથી શ્રુતજ્ઞાન મતિજ્ઞાનથી મહાવિષયવાળું છે. શ્રુતજ્ઞાન મહાવિષયવાળું હોવાથી તે તે જીવાદિ પદાર્થોને આશ્રયીને પ્રકરણની સમાપ્તિની અપેક્ષાએ અંગ અને ઉપાંગ એવા ભેદ પડ્યા છે. વળી બીજું- શિષ્યો સુખપૂર્વક ગ્રહણ કરી શકે, જાણી શકે, નિર્ણય કરી શકે અને વ્યાપાર કરી શકે તે માટે ભેદ કર્યો છે.
સર્વશપ્રણીત– તીર્થકરોથી ઉપદેશાયેલું. વર્તમાનકાળના વિષયવાળું હોવાથી અલ્પવિષયને જણાવનારા મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ત્રિકાળ વિષયવાળું હોવાથી અધિક વિષયવાળું છે, અર્થાત્ અનેક અર્થને જણાવનારું છે.