Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૧૧
સૂત્ર-૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
અંગપ્રવિષ્ટ શ્રુત પ્રશ્ન– ‘ત્રાદે ફત્યાદિ આ અવસરે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે- પૂર્વે પૂછાયેલ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનમાં ભેદ જાણ્યો. હવે પ્રસ્તુત શ્રુતજ્ઞાનના બે પ્રકાર અને તે બે પ્રકારના ક્રમશઃ અનેક પ્રકાર અને બાર પ્રકાર છે. આવો ભેદ શાના કારણે કરાયેલો છે ? તે સઘળુંય દ્રવ્યદ્ભુત સામાન્યથી ભાવકૃતનું કારણ છે. તો આવો ભેદ શાના કારણે છે?
ઉત્તર– ગ્રંથ સમૂહને રચનારાઓના ભેદથી શ્રુતના બે ભેદ છે. તે આ પ્રમાણે- સર્વજ્ઞ, સર્વદર્શી અને પરમર્ષિ અરિહંત ભગવંતોએ તીર્થંકરપણાના સ્વભાવથી તથા પરમશુભ અને તીર્થ સ્થાપનાના ફળ સ્વરૂપ તીર્થકર નામકર્મના પ્રભાવથી જે કહ્યું અને તેને અતિશયવાળા, ઉત્તમ અતિશયવાળા અને વામ્બુદ્ધિથી સંપન્ન એવા ભગવાનના શિષ્ય ગણધરોએ રચ્યું તે આચારાંગ વગેરે અંગપ્રવિષ્ટ છે. સર્વજ્ઞ=સર્વદ્રવ્ય-સર્વપર્યાયોને વિશેષથી જાણનારા. સર્વદર્શી સર્વદ્રવ્ય-સર્વપર્યાયોને સામાન્યથી જોનારા. પરમર્ષિ=કેવળીઓમાં મુખ્ય. અરિહંત–દેવો આદિની પૂજાને યોગ્ય. ભગવંત ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત.
સ્વભાવથી તીર્થકરોનો આ જ સ્વભાવ છે કે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સંક્ષેપમાં ગણધરોને શ્રુત કહેવું. કારણ કે તીર્થકરો સદાય પરહિતમાં રત હોય છે. અથવા તીર્થકરો કેવલજ્ઞાન પામવા છતાં કૃતકૃત્ય થયા નથી, આથી ગણધરોને શ્રુત કહેવાનું બીજું કારણ કહે છે-પરમશુભ અને પ્રવચન સ્થાપનાના ફળ સ્વરૂપ તીર્થંકરનામકર્મના પ્રભાવથી શ્રુતને કહે છે.
પરમશુભ=તીર્થકરનામ પરમશુભ છે, એનાથી અધિક બીજું કોઈ કર્મ શુભ નથી. કારણ કે તીર્થંકરનામકર્મનો ઉદય થયે છતે બીજી અસાતા વગેરે પ્રકૃતિઓ ઉદય પામવા છતાં પોતાના પ્રકૃષ્ટ વિપાકને બતાવવા માટે સમર્થ થતી નથી. જેમકે, દૂધથી ભરેલા ઘડામાં લીમડાના રસનું