Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૧૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦
એક બિંદુ નાંખવામાં આવે તો તે રસબિંદુ પોતાના કટુગુણની અસર બતાવવા સમર્થ થતો નથી.
પ્રવચનસ્થાપનાના ફળ સ્વરૂપ=પ્રવચન એટલે ગણિપિટક એવી દ્વાદશાંગી. અથવા પ્રવચન એટલે દ્વાદશાંગીમાં જેનું ચિત્ત છે એવો સંઘ. આવા પ્રવચનની સ્થાપના કરવાના ફળવાળું તીર્થંકરનામકર્મ છે.
તીર્થંકર=તીર્થ એટલે દ્વાદશાંગી રૂપ ગણિપિટક, અથવા સંઘ અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણ. આવા તીર્થને જે કરે=આવા તીર્થનો જે ઉપદેશ આપે તે તીર્થંકર.
નામકર્મ=તીર્થંકરોને જે નમાવે=કરે તે તીર્થંકરનામકર્મ. જે કહ્યું=માતૃકાપદ આદિ સ્વરૂપે જેનું પ્રતિપાદન કર્યું. અતિશયવાળા=સામાન્ય પુરુષો પણ તીર્થંકરના શિષ્યો હોય આથી અતિશયવાળા એમ કહ્યું. અતિશયવાળા એટલે વિશિષ્ટ શક્તિથી યુક્ત.
ઉત્તમ અતિશયવાળા=વિશિષ્ટ શક્તિથી યુક્ત વૈક્રિયલબ્ધિવાળા પણ હોય છે. આથી અહીં ઉત્તમ અતિશયવાળા એમ કહ્યું. અપ્રમાદ વગેરે જે મુખ્ય અતિશયો(=ગુણો) તેનાથી યુક્ત હોય છે.
વામ્બુદ્ધિથી સંપન્ન=વિવક્ષિત અર્થનું પ્રતિપાદન કરનારી વાણીથી યુક્ત અને બીજ, કોઇ આદિ બુદ્ધિથી યુક્ત.
ભગવાનના શિષ્ય—તીર્થંકરના શિષ્યો.
ગણધર=સાધુ આદિના ગણને(=સમુદાયને) ધારણ કરનારા. અંગબાહ્ય શ્રુત
ગણધરોથી બીજાઓએ, અર્થાત્ ગણધરો સિવાયના મહાપુરુષોએ રચેલું શ્રુત અંગબાહ્ય છે એમ ગળધરાનન્તર્યાિિખસ્તુ ઇત્યાદિથી કહે છેગણધરોની પછી થયેલા, અત્યંત નિર્મળ જ્ઞાનવાળા, પરમપ્રકૃષ્ટવાણીમતિશક્તિવાળા જંબુસ્વામી, પ્રભવસ્વામી વગેરે આચાર્યો વડે દુઃખમા કાળના, છેવકું સંઘયણના અને સો વર્ષથી અધિક આયુષ્યના અભાવરૂપ