Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૯૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ અનિન્દ્રિયનિમિત્તક એમ બે પ્રકારનું છે. મતિજ્ઞાન અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ ચાર પ્રકારનું છે. સ્પર્શનથી પ્રારંભી મન સુધીના છ છે, એ છના પ્રત્યેકના અવગ્રહાદિ ચાર ભેદો છે. એ બધા મળીને ૨૪ થયા. તે ચોવીસમાં ચક્ષુ-મન સિવાય સ્પર્શનાદિ ચાર ઇન્દ્રિયોના ચાર પ્રકારનો વ્યંજનાવગ્રહ ઉમેરતાં કુલ ૨૮ ભેદો થયા. તેથી મતિજ્ઞાન અઠ્યાવીસ પ્રકારનું છે. તે ૨૮ ભેદોના પ્રત્યેકના બહુ આદિ છ ભેદો છે. તેથી મતિજ્ઞાન ૧૬૮ પ્રકારનું છે. તે જ ૨૮ ભેદોના પ્રત્યેકના પ્રતિપક્ષ સહિત બહુ આદિ ભેદોથી બાર પ્રકાર છે. તેથી ૨૮૮૧૨૩૩૬ મતિજ્ઞાનના ૩૩૬ ભેદો થયા. (૧-૧૯).
टीकावतरणिका- अत्र-अस्मिन् अवकाशे चोदक आह-'गृह्णीमो' जानीमस्तावत् क्रमेण पूर्वमुद्घटितं लक्षणविधानरूपं मतिज्ञानं, तदनन्तरं तु यच्छ्रुतज्ञानमुक्तं तन्न विद्म इत्यतः पृच्छ्यते मया-श्रुतज्ञानं किंलक्षणमिति ?, अस्मिश्चोदिते गुरुराह-'उच्यते' मयेति
ટીકાવતરણિકાÁ– આ અવસરે પ્રશ્નકાર કહે છે- પૂર્વે ક્રમશઃ લક્ષણથી અને પ્રકારથી પ્રકાશિત કરેલા મતિજ્ઞાનને અમે જાણ્યું. મતિજ્ઞાન પછી જે શ્રુતજ્ઞાન કહ્યું તેને અમે જાણતા નથી. તેથી હું પૂછું છું કે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? પ્રશ્નકારે આ રીતે પ્રેરણા કરી. એથી ગુરુ કહે છે- હું શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કહું છું. શ્રતનું લક્ષણ અને ભેદો– श्रुतं मतिपूर्वं द्वयनेकद्वादशभेदम् ॥१-२०॥ સૂત્રાર્થ– શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે. તેના બે ભેદ છે. તે બે ભેદના ક્રમશઃ અનેક અને બાર ભેદો છે. (૧-૨૦).
भाष्यं- श्रुतज्ञानं मतिज्ञानपूर्वकं भवति । श्रुतमाप्तवचनमागमः उपदेश ऐतिहमाम्नायः प्रवचनं जिनवचनमित्यनर्थान्तरम् । तद्विविधमङ्गबाह्यमङ्गप्रविष्टं च । तत्पुनरनेकविधं द्वादशविधं च यथासङ्ख्यम् ।