Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૮૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૬
કહ્યું છે. મતિજ્ઞાનનું વર્ણન પ્રસ્તુત હોવાથી અવગ્રહાદિ મતિજ્ઞાનના ભેદો છે. આથી અવગ્રહાદિ મતિજ્ઞાનના ભેદો છે એમ કહ્યું છે. અવગ્રહાદિ સૂત્રોક્ત અને પ્રતિપક્ષ સહિત એવા બહુ આદિ છ અર્થોના ગ્રાહક(=જાણનારા) છે. જે જણાય તે અર્થ. ‘શ:’ વૃત્તિ, પ્રતિપક્ષ સહિત બહુ આદિ દરેકના અવગ્રહાદિ ગ્રાહક છે.
બહુ પદાર્થનો પ્રતિપક્ષ ક્ષિપ્ર પદાર્થ છે એમ કોઇ ન સમજી લે, અથવા બહુ આદિ (ત્રણ)ના નિશ્રિત આદિ (ત્રણ) પ્રતિપક્ષ છે એમ કોઇ ન સમજી લે, માટે એવા જ્ઞાનને દૂર કરવા માટે કહે છે- સેતરાળા=પ્રતિપક્ષ સહિત બહુ આદિના. અર્થાત્ તર શબ્દનો વિરોધ જ અર્થ જાણવો, બીજો નહિ. આને જ ભાષ્યકાર વહુ અવįજ્ઞાતિ ઇત્યાદિથી સ્પષ્ટ કરે છે.
પૂર્વપક્ષ— પૂર્વસૂત્રમાં અવગ્રહાદિમાં પ્રથમાવિભક્તિનો પ્રયોગ કર્યો છે, આ સૂત્રમાં બહુ આદિમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ કર્યો છે. તેથી વધુ અવįજ્ઞાતિ ઇત્યાદિ પ્રયોગના બદલે વહોરર્થસ્ય અવગ્રહ:, અલ્પસ્યાર્થસ્યાવગ્રહ: એવો પ્રયોગ કરવો જોઇએ.
ઉત્તરપક્ષ— આમાં દોષ નથી. કારણ કે પૂર્વસૂત્રમાં કહેલા અવગ્રહાદિ કર્તૃસાધન રૂપે યોજેલા છે. જેમકે – જે અવગ્રહ(=ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંબંધ) કરે છે તે અવગ્રહ છે. જે ઇહાને(=તર્કને) કરે છે તે ઇહા. જે અપાયને(=નિર્ણયને) કરે છે તે અપાય. જે ધારણાને કરે છે તે ધારણા. જે જ્ઞાનાંશ અવગ્રહાદિને કરે છે તેનું કોઇ કર્મ (કાર્ય) અવશ્ય હોવું જોઇએ. તેથી આ સૂત્રમાં (અવગ્રહાદિના) વિષયસ્વરૂપ બહુ આદિ ભેદોને કહેવામાં આવ્યા છે. આથી અર્થભેદ નથી જ. ‘બહુનો અવગ્રહ’ એમ કહો કે ‘બહુનો અવગ્રહ કરે છે' એમ કહો એ બંને પ્રયોગોનો એક જ અર્થ છે. કેવળ શબ્દભેદ છે.
વન્દ્વવાળાતિ=ક્ષયોપશમના ઉત્કર્ષથી બહુને=વાંસળી-વીણા-મુ૨જપટહના ધ્વનિ સમુદાયને ગ્રહણ કરે છે.
૧. અોડયું રોષઃ એ સ્થળે અલ્પ શબ્દ અભાવના અર્થમાં સમજવો.