Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૯૧ भेदमार्गणनिश्चयधारणाख्ये, तासां नियतत्वात्, ‘एव'मित्यादि, एवमनन्तरोदितसूत्रद्वयाभिहितेन प्रकारेण 'द्विविधो' द्विप्रकारोऽवग्रहः, विषयभेदाद् 'द्वैविध्य'मित्यादि, व्यञ्जनस्योक्तलक्षणस्यार्थस्य च, 'ईहादयस्त्वर्थस्यैव' सामान्यविशेषात्मनः, आह-यदा पुद्गला व्यञ्जनं तदा कथमिदमर्थाद् भिद्यते ?, अभेदे च व्यञ्जनस्यावग्रह इति किं परं सूत्रं?, उच्यते, प्राप्तकारीन्द्रियविषयपुद्गला व्यञ्जनं, तेषामादावर्थावग्रहबोधाभिमुख्यकारि यत् स्वीकरणं तप्तशरावम्रक्षणतुल्यं न तत्रेहादय इत्येवं પર સૂત્રે ૨-૨૮
ટીકાર્થ– વ્યંજનનો એક અવગ્રહ જ થાય છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને તો ભાષ્યકાર કહે છે–
જેવી રીતે વ્યંજનનો અર્થ દીપક વડે ઘટ પ્રગટ કરાય છે તેવી રીતે જેના વડે અર્થ પ્રગટ કરાય છે તે વ્યંજન છે. વ્યંજન ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિ રૂપે પરિણત દ્રવ્ય એ બંનેના સંબંધ=સંયોગ રૂપ છે, અર્થાત્ ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધને–સંયોગને વ્યંજન કહેવામાં આવે છે. વિશેષાવશ્યક ભાષ્યના કર્તા કહે છે કે “જેવી રીતે દીપકથી ઘડો પ્રગટ કરાય છે તેવી રીતે જેનાથી અર્થ પ્રગટ કરાય તે વ્યંજન છે. વ્યંજન ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણત દ્રવ્યના સંબંધરૂપ છે.” (વિશેષાવશ્યકભાષ્ય-૧૯૪)
સંબંધરૂપ તે વ્યંજનનો એક અવગ્રહ જ થાય છે. તેવા પ્રકારનો (વિશિષ્ટ) ક્ષયોપશમ ન હોવાથી વ્યંજનાવગ્રહમાં કેવળ અવ્યક્ત બોધ જ થાય છે. જેમકે, ગાઢ નિદ્રામાં સૂતેલા માણસના શરીર ઉપર કમળનાળ પડે ત્યારે તેના સ્પર્શનો અવ્યક્ત બોધ જ થાય છે.
વ્યંજનના ઈહાદિ થતા નથી. કારણ કે હાદિનો વિષય શબ્દાદિ અર્થ છે, અર્થાત્ ઈહાદિ શબ્દાદિ વિષયોને ગ્રહણ કરે છે. - બીજાઓ તો કહે છે કે શબ્દાદિ આકારે પરિણમેલા યુગલો જ વ્યંજન છે. કેમકે તે પુગલો દ્વારા જ સંશ્લેષ=એકમેક સંબંધ થાય છે.