Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૪૩
સૂત્ર-૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ तस्याभिधेयं ?, न चायमयुक्तः प्रश्नः, तत्त्वानि जीवादीनि वक्ष्यन्त इति प्रागुपन्यस्तत्वात्, तदियत्तादिपरिज्ञानाभावात्, इत्येवमाशङ्क्याहअत्रोच्यते, अत्र तत्त्व इति दर्शिते तत्त्वशब्दे यदभिधेयं तदियत्ताधवधृतस्वरूपमुच्यते
ટીકાવતરણિકાર્થ– હવે પછીના સૂત્રની સાથે સંબંધને જોડતા ભાષ્યકાર કહે છે- મત્રી રૂત્યવિ, વિષય સહિત સમ્યગ્દર્શનનું વ્યાખ્યાન કરવા છતાં વિષયના વિવેકને (સંખ્યા, સ્વરૂપ આદિને) નહિ જાણતો શિષ્ય કહે છે- આપે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે એમ કહ્યું. તેમાં તત્ત્વ શું છે ? તત્ત્વાર્થશ્રદ્ધા શબ્દમાં જે તત્ત્વ શબ્દ છે, તેમાં તત્ત્વ શું છે?=તત્ત્વનો અર્થ શો છે? શિષ્યનો આ પ્રશ્ન અયોગ્ય નથી. કેમકે જીવાદિ તત્ત્વોને કહેવાશે એમ પહેલાં ઉલ્લેખ કર્યો છે. એ તત્ત્વો કેટલાં છે વગેરેનું શિષ્યને જ્ઞાન નથી. આવા પ્રકારની શિષ્યની શંકા કરીને ભાષ્યકાર કહે છે- અહીં જવાબ કહેવામાં આવે છે. અહીં તત્ત્વ એ પ્રમાણે બતાવેલા તત્ત્વશબ્દમાં(તત્ત્વશબ્દ સંબંધી) જે કહેવા યોગ્ય છે તે તત્ત્વો આટલા છે ઇત્યાદિ નિશ્ચિત કરેલા સ્વરૂપને ગ્રંથકાર કહે છે– તત્ત્વોની સંખ્યાजीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥१-४॥ સૂત્રાર્થ– જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. (૧-૪).
भाष्यं- जीवा अजीवा आस्रवा बन्धः संवरो निर्जरा मोक्ष इत्येष सप्तविधोऽर्थस्तत्त्वम् । एते वा सप्त पदार्थास्तत्त्वानि । तान् लक्षणतो विधानतश्च पुरस्ताद्विस्तरेणोपदेक्ष्यामः ॥१-४॥
ભાષ્યાર્થ– જીવો, અજીવો, આશ્રવો, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ પ્રમાણે આ સાત પ્રકારનો અર્થ તત્ત્વ છે અથવા આ સાત પદાર્થો ૧. અનુવાદમાં તે' શબ્દનો સંબંધ સ્વરૂપની સાથે છે, અર્થાત્ તત્ત્વો આટલા જ છે ઇત્યાદિ
જે સ્વરૂપ નિશ્ચિત કર્યું છે તે સ્વરૂપને.