Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૪૫
तावद्वक्तव्यम्, उच्यते - सत्यमेतदेवं, किंत्विह मोक्षमार्गे शिष्यस्य प्रवृत्तिः प्रकान्ता, न तु सङ्ग्रहाभिधानं तद् यदैवमाख्यायते आश्रवो बन्धश्चेतद्द्वयमपि मुख्यं तत्त्वं संसारकारणं, संवरनिर्जरे च मोक्षस्य, तदाऽसौ संसारकारणत्यागेनेतरत्र प्रवर्तते, नान्यथेत्यतः चतुष्टयोपन्यासः, मुख्यसाध्यख्यापनार्थं च मोक्षस्येति, न चैवमिह पुण्यपापाभिधाने किञ्चित् प्रयोजनमिति, एतेन जीवादिक्रमाभिधानप्रयोजनमुक्तं वेदितव्यमिति, जीवादीनां लक्षणादेरभिधानावसर इत्याह- 'तांल्लक्षणत' इत्यादि, तान् - जीवाजीवादीन् लक्षणतः स्वचिह्नेन विधानतो भेदेन चशब्दाद् भेदप्रभेदपरिग्रहः, पुरस्ताद् - उपरिष्टात् विस्तरेण-प्रपञ्चेन उपदेक्ष्यामःसामीप्येन कथयिष्याम:, 'उपयोगो लक्षणं' (२-८) स द्विविधोऽष्टचतुर्भेदः (૨-૬) તથા સંસારિો મુક્તાર્થે (૨-૨૦) સમનામના: (૨-૨૬) સંસારિળસ્ત્રતસ્થાવરા (૨-૨૨) હત્યાવિના પ્રત્યેન II૬-૪।।
ટીકાર્થ– તત્ત્વ એ પ્રમાણે એકવચનમાં નિર્દેશ આ સાત તત્ત્વો ઉપચાર વિના જ સામાન્ય-વિશેષ સ્વરૂપ છે એ જણાવવા માટે છે. એકવચનમાં નિર્દેશ સામાન્યની પ્રધાનતાવાળો છે, અર્થાત્ સામાન્યની પ્રધાનતાની અપેક્ષાએ છે=સામાન્યને પ્રધાન બનાવવા માટે એકવચનનો નિર્દેશ છે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિશેષ અર્થ તો વિગ્રહ કરવાપૂર્વક ભાષ્યકાર કહે છે–
જીવો— સુખ-દુઃખ-જ્ઞાનનો ઉપયોગ રૂપ લક્ષણવાળા જીવો છે, અર્થાત્ જેમને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે અને વસ્તુઓનો બોધ થાય છે તે જીવો છે.
અજીવો— તેનાથી વિપરીત અજીવો છે, અર્થાત્ જેમને સુખ-દુઃખનો અનુભવ થતો નથી, અને વસ્તુઓનો બોધ થતો નથી તે બધાય પદાર્થો અજીવ છે.
આશ્રવ— જેનાથી કર્યો ગ્રહણ કરાય તે આશ્રવ, અર્થાત્ શુભ-અશુભ કર્મોના ગ્રહણનું કારણ તે આશ્રવ.