Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૬૫
સૂત્ર-૫
શ્રી તવાથધિગમસૂત્ર અધ્યાય-૧ નામ-સ્થાપનાકે જે મૂળવતુથી કથંચિત્ ભિન્ન છે તે નામ-સ્થાપના મૂળ વસ્તુના ફળનું સાધન નથી, અર્થાત્ તેનાથી મૂળ વસ્તુને કોઈ લાભ થતો નથી, તથા તે નામ-સ્થાપના મૂળ વસ્તુમાં પ્રવૃત્તિનું નિમિત્ત નથી, આથી નામ-સ્થાપના બાહ્યપર્યાયરૂપ છે, અર્થાત્ મૂળ વસ્તુના બાહ્યપર્યાયરૂપ છે. (દ્રવ્ય અને ભાવ મૂળ વસ્તુમાં જ જે રીતે હોય છે તે રીતે નામ-સ્થાપના મૂળ વસ્તુમાં હોતા નથી. માટે દ્રવ્ય અને ભાવ આંતરપર્યાય છે અને નામસ્થાપના બાહ્યપર્યાય છે.) આમ કેટલાકો માને છે. આ મત મહર્ષિઓના વચનથી વિરુદ્ધ નથી. પ્રાસંગિક વર્ણન આટલું પર્યાપ્ત છે.
પર્યાયવાચી શબ્દોમાં નામાદિ ચારની ઘટના હવે જીવ આદિના જે (પર્યાયવાચી) શબ્દો છે તેમાં પણ નામાદિ ચાર નિક્ષેપાનું અવતરણ થાય એમ કથન કરતા ભાષ્યકાર કહે છે“યાન્તરે gિ” ઈત્યાદિ. મુખ્ય શબ્દના અર્થને કહેનારા અન્ય શબ્દો મુખ્ય શબ્દના પર્યાયો છે. પર્યાયથી અન્ય તે પર્યાયાંતર. પર્યાયાંતરથી પણ પર્યાયવાચી શબ્દોથી પણ) નામાદિ ચારનો ન્યાસ-નિક્ષેપો કરવો જોઈએ. તેને કહે છે- “નામ દ્રવ્યમ્” ઈત્યાદિ, વિધ્યાહૂ: એ ભાષ્યની પહેલાના આ ભાષ્યનો અર્થ પૂર્વે કરેલા નામજીવ આદિના વ્યાખ્યાનથી વિચારાઈ જ ગયો છે. “વિહુ.” ઇત્યાદિ, કેટલાકો આ પ્રમાણે કહે છે- દ્રવ્યથી જે ચણુક વગેરે દ્રવ્ય થાય તે દ્રવ્યદ્રવ્ય. દ્રવ્યત: એ સ્થળે તમ્ ત્રીજી કે પાંચમી વિભક્તિના અર્થમાં છે. ત્રીજી વિભક્તિના અર્થમાં સ્વીકારીએ તો અર્થ આ પ્રમાણે થાય- દ્રવ્યો વડે ભેગા થઈને જે કરાય તે દ્રવ્યદ્રવ્ય. જેમકે- ઘણા પરમાણુઓ વડે ત્રિપ્રદેશિક વગેરે સ્કંધ કરાય છે. અથવા ત{ પ્રત્યય પંચમી વિભક્તિના અર્થમાં સ્વીકારીએ તો અર્થ આ પ્રમાણે થાય- દ્રવ્યનો ભેદ થતાં દ્રવ્યમાંથી જે પરમાણુ અને દ્ધિપ્રદેશિક વગેરે સ્કંધ થાય તે દ્રવ્યદ્રવ્ય છે. બંને અર્થ પ્રમાણે દ્રવ્યથી જ દ્રવ્ય થાય છે. માટે તે દ્રવ્યદ્રવ્ય છે.
આ વિષયને વિશેષથી નિશ્ચિત કરતા ભાષ્યકાર કહે છે- “તવ” ઈત્યાદિ, તે આ દ્રવ્યદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય જ છે, ધર્માસ્તિકાય આદિ