Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૭૩
સૂત્ર-૧૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ઉત્તર– અનેક પ્રકારનું છે. જો અનેક પ્રકારનું છે તો આપ એ અનેક પ્રકારોને કહો. કહીએ છીએમતિજ્ઞાનના ભેદોअवग्रहहापायधारणा ॥१-१५॥
સૂત્રાર્થ– મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ મુખ્ય ચાર ભેદો છે. (૧-૧૫)
भाष्यं तदेतन्मतिज्ञानमुभयनिमित्तमप्येकशश्चतुर्विधं भवति । तद्यथाअवग्रह ईहा अपायो धारणा चेति ।
तत्राव्यक्तं यथास्वमिन्द्रियैविषयाणामालोचनावधारणमवग्रहः । अवग्रहो ग्रहणमालोचनमवधारणमित्यनर्थान्तरम् ॥ अवगृहीते विषयाथैकदेशाच्छेषानुगमनं निश्चयविशेषजिज्ञासा चेष्टा ईहा । ईहा ऊहा तर्कः परीक्षा विचारणा जिज्ञासेत्यनर्थान्तरम् ॥ अवगृहीते विषये सम्यगसम्यगिति गुणदोषविचारणाध्यवसायापनोदोऽपायः । अपायोऽपगमः अपनोदः अपव्याधः अपेतमपगतमपविद्धमपनुत्तमित्यनर्थान्तरम् ॥ धारणा प्रतिपत्तिर्यथास्वं मत्यवस्थानमवधारणं च । धारणा प्रतिपत्तिरवधारणमवस्थानं निश्चयोऽवगमः अवबोध इत्यनर्थान्तरम् ॥१-१५॥ ।
ભાષ્યાર્થ– તે આ ઉભય નિમિત્તવાળું પણ પ્રત્યેક મતિજ્ઞાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. ઈન્દ્રિયો વડે પોતપોતાના વિષયોનું આલોચનાત્મક અવધારણ કરવું તે અવગ્રહ છે.
અવગ્રહ, ગ્રહણ, આલોચન અને અવધારણ એ બધા શબ્દોનો એક જ અર્થ છે.
અવગ્રહ થયે છતે અવગ્રહ દ્વારા જે પદાર્થના એક અંશનું ગ્રહણ કરી લીધું હોય તે પદાર્થનો વિશેષ રૂપે નિશ્ચય કરવા માટે જિજ્ઞાસાથી થતી વિચારણારૂપ ચેષ્ટા એ હા છે. ઈહા, ઊહા, તર્ક, પરીક્ષા, વિચારણા અને જિજ્ઞાસા આ બધા શબ્દોનો એક જ અર્થ છે.