Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૭૭ અવગ્રહ– ઈન્દ્રિયો વડે પોતપોતાના વિષયોનું આલોચના વધારણ તે અવગ્રહ છે.
આલોચનાધારણ–આએટલે મર્યાદા, લોચન એટલે દર્શન. અહીં ભાવાર્થ આ છે- મર્યાદાથી સામાન્યનું દર્શન તે આલોચન, અર્થાત્ આ આવું છે એવો નિર્દેશ ન કરી શકાય, અને એથી જ સ્વરૂપ અને નામ વગેરેની કલ્પનાથી રહિત એવા વિષયનું દર્શન તે આલોચન. આલોચન એ જ અવધારણ તે આલોચનાવધારણ. આલોચનાવધારણને અવગ્રહ કહેવામાં આવે છે. કેમ કે મવગ્રહમવપ્ર (=સામાન્યબોધ) એવો અવર્થ તેમાં ઘટે છે.
આ પ્રમાણે સ્વલક્ષણથી અવગ્રહને કહીને હવે પર્યાયવાચી શબ્દોને કહે છે- અવગ્રહ, ગ્રહણ, આલોચન, અવધારણ આ બધા શબ્દોનો એક જ અર્થ છે. આ બધા શબ્દો માત્ર સામાન્યબોધને કહેનારા હોવાથી પર્યાયવાચી શબ્દો જ છે.
ઈહા– આ પ્રમાણે અવગ્રહને કહીને હવે ઇહાના સ્વરૂપને જણાવતા ભાષ્યકાર કહે છે- અવગૃહીત રૂત્યાદિ, અવગ્રહ થયે છતે એમ કહીને ક્રમને બતાવે છે. અવગ્રહ થયે છતે(=સામાન્યજ્ઞાન થયે છતે) ઈહા પ્રવર્તે છે, અર્થાતુ અવગ્રહ થયા પછી ઇહા થાય. ઇહાને કહે છે- “વિષયાર્થે
ત્યાદ્રિ, સ્પર્શ વગેરે વિષય છે. તે જ (બોધ કાળે) જણાતો હોવાથી અર્થ છે. વિષય એ જ અર્થ તે વિષયાર્થ. અવગ્રહ દ્વારા જે પદાર્થના એક દેશને (જેના સ્વરૂપનો નિર્દેશ ન કરી શકાય તેવા સામાન્ય અંશને) ગ્રહણ કર્યો છે, તેના શેષાનુમન=શેષ અંગોને જાણવા માટે શું આ મૃણાલસ્પર્શ છે કે સર્પસ્પર્શ છે એ પ્રમાણે થતી વિચારણા ઈહા છે.
ઈહા સંશયરૂપ નથી પૂર્વપક્ષ– આ ઈહા સંશયરૂપ છે. ઉત્તરપક્ષ– ઈહા સંશયરૂપ નથી. કારણ કે સંશયમાં આ મૃણાલનો સ્પર્શ છે કે સર્પનો સ્પર્શ છે? એવી વિચારણા કરવા માટે ચિત્ત કુંઠિત