Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૬૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫
થયે છતે મન્ય શબ્દનો અર્થ આ પ્રમાણે થાય- કર્મ સાધન પક્ષમાં સ્વધર્મોથી(=તે તે ગતિ આદિ પરિણતિ વિશેષોથી) જે પ્રાપ્ત કરાય તે ભવ્યો કહેવાય છે. કર્તૃસાધનપક્ષમાં તે જ ધર્મોને(=તે તે ગતિ આદિ પરિણતિ વિશેષોને જ) પ્રાપ્ત કરે છે એથી ભવ્યો કહેવાય છે. આને જ ભાષ્યકાર કહે છે- જે પ્રાપ્ત કરાય છે અને જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્યો કહેવાય છે. દ્રવ્ય શબ્દના અર્થમાં મતાંતર
બીજાઓ કહે છે કે, ઞામતજી પ્રાકૃતજ્ઞઃ એ ભાષ્યપાઠ આગમથી ભાવદ્રવ્ય કોને કહેવાય તેને જણાવે છે, દ્રવ્યપ્રામૃત પદાર્થનો જ્ઞાતા જીવ આગમથી ભાવદ્રવ્ય છે.
દ્રવ્યમિતિ = મવ્યમ્ ઇત્યાદિ ભાષ્યપાઠનો આગમથી દ્રવ્યના લક્ષણનું પ્રતિપાદન કરવામાં તત્પર છે, અર્થાત્ નો આગમથી દ્રવ્ય કોને કહેવાય તે જણાવે છે. આ વ્યાખ્યાન ભાષ્યકારના અભિપ્રાયને અનુસરનારું ન હોવાથી બહુ સુંદ૨ નથી. કેમકે ભાષ્યકારે “અથવા આ ભાંગો શૂન્ય છે” એમ કહ્યું છે. આનાથી એ પણ સમજી શકાય છે કે અહીં ભાષ્યકારને યોગ્યતા એ જ દ્રવ્ય છે” એમ અભિપ્રેત છે. અન્યથા, “જીવપદાર્થને જાણનારો અને તેમાં ઉપયોગથી રહિત જીવપદાર્થ દ્રવ્યજીવ છે” એ રીતે પણ ‘દ્રવ્યજીવ’ એ ભંગનો સંભવ છે. એથી આ ભંગ શૂન્ય ન રહે. અહીં વિસ્તારથી સર્યું.
જીવાદિના નિક્ષેપાને બતાવીને હવે જીવાદિના પર્યાય એવા દ્રવ્યશબ્દનો અને બીજા શબ્દોનો પણ આ પ્રમાણે જ નિક્ષેપો કરવો એમ ભલામણ કરતા ભાષ્યકાર કહે છે- “Ë સર્વેષામ્” ઇત્યાદિ, જેવી રીતે જીવાદિ સંબંધી દ્રવ્યશબ્દના નિક્ષેપા કર્યા તેવી રીતે જીવથી પ્રારંભી મોક્ષ સુધીના પદાર્થોના ગુણ-ક્રિયા વગેરે શબ્દનો આદિ વિનાના ભવ્ય-અભવ્ય આદિનો અને આદિવાળા મનુષ્યાદિ પર્યાયોનો બુદ્ધિમાન મુમુક્ષુએ નિક્ષેપ કરવો જોઇએ. (૧-૫)
૧. અહીં દ્રવ્યશબ્દ “જીવાદિ દ્રવ્યો” એ અર્થમાં નથી, કિંતુ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર નિક્ષેપમાં આવતા દ્રવ્યનિક્ષેપના અર્થમાં છે.