Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૭ પ્રશ્ન– સાધનદ્વારમાં સમ્યગ્દર્શનના નિસર્ગ અને અધિગમ એ બે ભેદો કહ્યા જ છે. તો અહીં ભેદ કેમ કહેવામાં આવે છે?
ઉત્તર– સાધનદ્વારમાં સમ્યગ્દર્શનના ભેદોનું પ્રતિપાદન અભિષ્ટ નથી, કિંતુ નિમિત્તનું પ્રતિપાદન ઈષ્ટ છે. ત્યાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં જે ક્ષયાદિ નિમિત્ત બને છે તેના ભેદો વિવક્ષિત છે. અહીં તો તે નિમિત્તથી જે કાર્ય ઉત્પન્ન કરાયું તેના ભેદોનું પ્રતિપાદન કરાય છે. આ રીતે હવે પછીના સૂત્રમાં કહેવાશે તે સંખ્યાદ્વારનો તથા આ વિધાનદ્વારનો અને સાધનદ્વારનો ભેદ સ્પષ્ટ બતાવ્યો છે. સમ્યગ્દર્શનના ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક એમ ત્રણ ભેદો છે. સંખ્યાદ્વારમાં સમ્યગ્દર્શનવાળા જીવોના ભેદોનું પ્રતિપાદન કરાય છે. સમ્યગ્દર્શન કેટલા છે, અર્થાત્ સમ્યગ્દર્શનવાળા જીવો કેટલા છે? એવા પ્રશ્ન વાક્યના નિર્ણયવાક્યમાં પણ સમ્યગ્દર્શનો અસંખ્ય છે, અર્થાત્ સમ્યગ્દર્શનવાળા જીવો અસંખ્ય છે એમ કહ્યું છે.
પૂર્વપક્ષ– સમ્યગ્દર્શનવાળા એવો અર્થ તો સમ્યગ્દર્શનશબ્દને મલુન્ પ્રત્યય લાગ્યો હોય તો થાય, અન્યથા નહિ.
ઉત્તરપક્ષમતુ પ્રત્યયનો લોપ થયો છે અથવા સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શની એ બંને અભિન્ન હોવાથી ઉપચારથી સમ્યગ્દર્શનશબ્દથી સમ્યગ્દર્શનવાળા એવો અર્થ પણ સમજી શકાય અથવા આદિ શબ્દોને વાળા અર્થમાં પ્રત્યય લાગે છે. સમ્યગ્દર્શન શબ્દ અર્શ આદિ શબ્દોમાં હોવાથી વાળા અર્થમાં આ પ્રત્યય લગાડીને સમ્યગ્દર્શનવાળા એવો અર્થ કરી શકાય. તેથી સાધન, વિધાન અને સંખ્યા એ ત્રણ ધારોનો પરસ્પર ભેદ યુક્ત છે.
હવે ભેદોને કહેવામાં પ્રવર્તતા અભિન્ન એવી એક જ રુચિના ભેદો અયુક્ત છે એમ માનતા અને નિમિત્તના કારણે થતા ભેદોને બતાવતા ભાષ્યકાર કહે છે. દેવૈવિધ્યાત્ ક્ષયાદ્રિ ત્રિવિધ૬ રૂક્ષ્યા િહેતુના ત્રણ પ્રકાર હોવાથી સમ્યગ્દર્શન ક્ષયાદિ ત્રણ પ્રકારનું છે.