Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૨૭
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સંખ્યાનું સ્વરૂપ [આ ગ્રંથમાં સમય, મુહૂર્ત, દિવસ, રાત, માસ, વર્ષ, શીર્ષપ્રહેલિકા, સંખ્યાત, અસંખ્યાત, અનંત, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલપરાવર્ત વગેરે શબ્દો આવે છે. આ બધા કાળના પ્રમાણો છે. તે સમજવા ખૂબ જ જરૂરી હોઈ અન્ય ગ્રંથમાંથી તેનું વિસ્તૃત સ્વરૂપ અહીં આપવામાં આવે છે.
સર્વથી અલ્પ (જાન્યમાં જઘન્ય) કાળ એક સમયનો છે જેને સર્વજ્ઞ ભગવંતો જ જાણી શકે છે અને એ જ અત્યંત સૂક્ષ્મકાળને “સમય” કહેવાય છે. એક નિમિષ (આંખ મીંચીને ઉઘાડીએ તેટલા કાળ) માત્રમાં અસંખ્યાતા સમય વ્યતીત થાય છે.
સમયથી માંડીને શીર્ષપ્રહેલિકા (સંખ્ય), અસંખ્ય, અનંત, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, કાળચક્ર, પુદ્ગલપરાવર્ત આદિ અનેક પ્રકારે વ્યવહારિક કાળ છે. તેનું કંઈક સ્વરૂપ અહીં આપવામાં આવે છે.
સમયથી લઈ પુદ્ગલ-પરાવર્ત સુધીની કાળ સંખ્યાનું કોષ્ટક નિર્વિભાજ્ય કાળ પ્રમાણ છે .......... ૧ સમય ૯ સમયનું ..
. ૧ જઘન્ય અંતર્મુહૂર્ત “ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા પ્રમાણ સમયોની
............ ૧ આવલિકા ૨૫૬ આવલિકાનો ............ ......... ૧ ફુલ્લક ભવ ૨૨૨૩-૧૨૨૯/૩૭૭૩ આવલિકાનો .... ૧ ઉચ્છવાસ અથવા
........ નિઃશ્વાસ ૪૪૪૬-૨૪૫૮/૩૭૭૩ આવલિકાનો અથવા સાધિક ૧૭ ક્ષુલ્લક-ભવનો અથવા ઉચ્છવાસ નિઃશ્વાસ મળીને ......... ૧ પ્રાણ (શ્વાસોચ્છવાસ) ૧. ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની જે સંખ્યા છે તે સંખ્યા પ્રમાણ સમય મળીને ૧ આવલિકા
થાય છે.