Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૪૩
આ વિષે કહ્યું છે કે- પૂર્વે કહેલું ફરી અહીં કહેવાય છે તેમાં કારણ (આ) છે- ગ્રંથકારે પૂર્વે અનુજ્ઞા આપતા જે અર્થો કહ્યા હતા તે જ અર્થો હમણાં નિષેધ કરતા કહે છે, માટે દોષ નથી.
અથવા- પૂર્વે નિષેધ કરતા જે અર્થો કહ્યા હતા તે જ અર્થો હમણાં અનુજ્ઞા આપતા કહે છે, અર્થાત્ પૂર્વે જે અર્થો કહ્યા છે, તે જ અર્થોને અહીં કહે છે, પણ ફેર એટલો છે કે પૂર્વે એ અર્થો પ્રતિષેધ કરવા માટે કહ્યા છે. હમણાં અનુજ્ઞા આપવા માટે કહ્યા છે. માટે કોઇ દોષ નથી.
અથવા- ગ્રંથકાર અન્ય હેતુને બતાવવા માટે પૂર્વે કહેલું ફરી કહે છે, માટે કોઇ દોષ નથી.
અથવા- વિશેષ જ્ઞાન થાય એ માટે ગ્રંથકાર પૂર્વે કહેલું ફરી કહે છે માટે, કોઇ દોષ નથી. (નિશીથ સૂત્ર ગાથા-૫૨૦૧)
આથી તે સમ્યગ્દર્શન એક જીવને અને અનેક જીવોને આશ્રયીને વિચારવું જોઇએ. અહીં ભાવાર્થ આ છે- એક જીવ વડે પ્રાપ્ત કરાયેલું સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી પાલન કરાય છે ?=કેટલા કાળ સુધી ટકે છે ? અનેક જીવો વડે પ્રાપ્ત કરાયેલું સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી ધારણ કરાય છે ? એમ વિચારવું. એક જીવને આશ્રયીને પૂર્વે વિચારેલું જ છે. અનેક જીવોને આશ્રયીને સમ્યગ્દર્શન સર્વકાળ હોય છે. કારણ કે મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ સમ્યગ્દર્શનનો ક્યારેય વિચ્છેદ થતો નથી. આ સ્થિતિ ક્ષાયોપશમિક સમ્યક્ત્વની વિચારી. ઔપમિકની યથાસંભવ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય. ક્ષાયિક સર્વકાળ હોય.
(૬) અંતર– હવે પછી અન્તમાં એવો ઉલ્લેખ કરીને અંતરદ્વારને વિચારે છે- સમ્યગ્દર્શનને પામીને મિથ્યાત્વદલિકોનો ઉદય થવાથી સમ્યગ્દર્શનનો ત્યાગ કર્યા પછી ફરી કેટલા કાળે સમ્યગ્દર્શન પામશે એમ પ્રશ્ન કરે છે- સમ્યગ્દર્શનનો વિરહકાળ કેટલો છે ? સમ્યગ્દર્શનને પામીને ફરી ત્યાગ કર્યા પછી જ્યાં સુધી સમ્યગ્દર્શનને ન પામે તે કાળ વિરહકાળ છે. અર્થાત્ સમ્યગ્દર્શનથી રહિત કાળ કેટલો છે એવો પ્રશ્ન છે.