Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૪૫
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ વિધાનદ્વારમાં) કહી દીધું છે. ઔપશમિક આદિ સમ્યગ્દર્શન કયા ભાવમાં હોય? સૂરિ હેય ભાવોને છોડવાની ઈચ્છાથી ત્રિપુ એ પદથી આદેય ભાવોને કહે છે. ગતિ-કષાય આદિ રૂપ ઔદયિક ભાવ અને ભવ્યત્વાદિ રૂપ પારિણામિક ભાવને છોડીને બીજા ક્ષાયિક આદિ ત્રણ ભાવોમાં સમ્યગ્દર્શન હોય છે. ઔદયિક ભાવમાં ગતિ આદિ અને પારિણામિક ભાવમાં ભવ્યત્વ આદિ નિશ્ચિત થયેલા હોવાથી અને અનાદિ કાળથી હોવાથી તે બે ભાવોમાં સમ્યગ્દર્શન ન હોય. ત્રિપુ એવા પ્રયોગથી સૂચિત કરે છે કે ત્રણ ભાવોમાં હોય, ઔદયિક-પારિણામિક ભાવોમાં ન હોય.
(૮) અલ્પબદુત્વ- અત્યંવદુત્વ એ પદથી અન્યદ્વારને વિચારે છે. આ દ્વારમાં (ક્ષાયિકાદિ) ત્રણ ભાવોમાં અલ્પ-બહુવનું વ્યાખ્યાન કરવામાં આવે છે. અહીં અજ્ઞાન શિષ્ય પ્રશ્ન કરે છે- ક્ષાયિકાદિ ત્રણ પરિણામોમાં વર્તતા જીવો શું તુલ્ય સંખ્યાવાળા છે કે વધારે-ઓછા છે? અથવા આશ્રયના ભેદથી અલ્પ-બહુત્વની વિચારણા કરાય છે. પૂછાયેલા પ્રશ્નનો ભાષ્યકાર ઉત્તર કહે છે- અલ્પ-બહત્વ છે. કોઈ સમ્યક્ત્વ(=સમ્યગ્દર્શની) અલ્પ છે, કોઈક બહુ છે. આ કેવી રીતે વિચારવું ? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- ઓપશમિક સમ્યકત્વ=પથમિકસમ્યકત્વવાળા જીવો સર્વથી અલ્પ છે. કારણ કે શ્રેણિ ઉપર આરૂઢ થવાના સ્વભાવવાળા આવા પરિણામને બહુ જીવો પામતા નથી એમ આગમ કહે છે. ઔપશમિકથી ક્ષાયિક અસંખ્યગણું છે. અહીં આ વિશેષ સમજવું- અહીં છમસ્થ શ્રેણિક વગેરેનું ક્ષાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવું. કારણ કે તેમાં અપાયનો સદ્ભાવ છે. (તતા એ પદથી) અવધિ તરીકે છપ્રસ્થમાં રહેલ ઔપશમિકસમ્યક્ત્વનું ગ્રહણ કર્યું હેવાથી તતઃ એ પદથી અવધિવાળા જીવો પણ તેવા(=છદ્મસ્થ ઔપથમિકવાળા) હોવા જોઈએ.
અહીં ભાવાર્થ આ છે– ઉપશમસમ્યકત્વ મર્યાદિત સંખ્યાવાળું છે. તેથી ઉપશમસમ્યકત્વવાળા જીવો પણ મર્યાદિત સંખ્યામાં હોય.