Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૬૩
સંભવ=મોટા પરિમાણમાં નાના પરિમાણનું હોવું કે મોટી સંખ્યામાં નાની સંખ્યાનું હોવું. જેમકે પ્રસ્થમાં કુડવનું હોવું. (અથવા સો સંખ્યામાં દશ સંખ્યાનું હોવું.)
સૂત્ર-૧૨
અભાવ=પદાર્થની ઉપલબ્ધિ(=જ્ઞાન) કરાવનાર પ્રમાણનો અભાવ. જેમકે પૃથ્વી ઉપર ઘડો નથી.
ઉત્તર– આ બધાં પ્રમાણો મતિ-શ્રુત જ્ઞાનમાં અંતર્ભૂત થઇ જાય છે. કારણ કે આ બધા પ્રમાણો ઇન્દ્રિયોના અને તેના અર્થના સંબંધરૂપ નિમિત્તથી થાય છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયોના અને તેમના રૂપ વગેરે અર્થોના=વિષયોના સંબંધરૂપ નિમિત્તથી અનુમાન વગેરે થાય છે. ઇન્દ્રિયોથી અને મનથી ગ્રહણ નહિ કરાયેલા ધૂમથી પ્રારંભી પ્રસ્થ સુધીના પદાર્થોથી અનુમાન વગેરે થઇ શકતા નથી. આથી અનુમાન વગેરેનો મતિ-શ્રુતમાં અંતર્ભાવ થઇ જાય છે.
અન્યપક્ષનો આશ્રય કરે છે- અથવા હમણાં કહેલાં અનુમાન વગેરે અપ્રમાણો જ છે.
પ્રશ્ન- શાથી ?
ઉત્તર– તે પ્રમાણો મિથ્યાદર્શન વડે ગ્રહણ કરાયેલા છે, અર્થાત્ તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધાના અભાવ રૂપ જે એક નય તે નય વડે સ્વયં અંગીકાર કરાયેલા હોવાથી અપ્રમાણ છે=પ્રમાણરૂપ નથી.
તથા અનુમાન વગેરે વિપરીત ઉપદેશવાળા છે, અર્થાત્ મિથ્યાદર્શન વડે અનુમાન વગેરે વિપરીત રીતે કહેવાયા છે. આથી અનુમાન વગેરે અપ્રમાણો જ છે. દરેક વસ્તુ પરમાર્થથી એક-અનેક સ્વરૂપવાળી છે. છતાં વસ્તુ એક સ્વરૂપવાળી જ છે કે અનેક સ્વરૂપવાળી જ છે એમ ઉપદેશ આપવો તે વિપરીત જ છે.
૧. જેમકે, સુવર્ણ સુવર્ણ રૂપે એક સ્વરૂપવાળું છે. પણ કુંડલ, ઝાંઝર, હાર આદિ રૂપે અનેક સ્વરૂપવાળું છે. માટે વસ્તુ એક જ સ્વરૂપવાળી છે કે અનેક સ્વરૂપવાળી જ છે એવો ઉપદેશ વિપરીત ઉપદેશ છે.