Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૬૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ " સૂત્ર-૧૨ જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમથી કે ક્ષયથી થાય. ઈન્દ્રિય-મનની અપેક્ષા ન રાખતું હોય, અને કેવળ આત્માથી જ પ્રગટ થતું હોય તે અવધિ વગેરે પ્રત્યક્ષ છે.
તત્ પ્રમાણે એ પ્રમાણે પ્રમાણની બે સંખ્યા જણાવી. બે સંખ્યાવાળા પ્રમાણના પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે વિષયને જણાવીને પ્રમાણ શબ્દના અર્થને જણાવતા ભાષ્યકાર કહે છે- જેના દ્વારા પદાર્થો જણાય તે પ્રમાણ, અર્થાત્ સત્ અને અસદ્ ઇત્યાદિ ભેદથી જીવાદિ પદાર્થો જેનાથી જણાય તે પ્રમાણ. કરણ અર્થમાં જુદું (મન) પ્રત્યય છે. જ્ઞાનવ્યક્તિની( ભિન્ન ભિન્ન જ્ઞાનની) અપેક્ષાએ પ્રમાનિ એ પ્રમાણે બહુવચનમાં નિર્દેશ છે.
આ પ્રમાણે પરોક્ષ-પ્રત્યક્ષ એ બે પ્રમાણ છે એમ જણાવ્યું તેથી પ્રશ્નકાર પ્રશ્ન કહે છે કે શાસ્ત્રમાં બે પ્રમાણ છે એમ અમારાથી અવધારણ કરાયું છે, અન્યથા તત્ પ્રમાણે એ સૂત્રથી જણાવેલી પ્રમાણની બે સંખ્યા વ્યર્થ બને. તે બે પ્રમાણ ક્યા છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે- પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ છે. પહેલાં પ્રત્યક્ષનો અને પછી પરોક્ષનો ઉલ્લેખ લોકરૂઢિથી છે.
પ્રશ્ન- જો બે જ પ્રમાણો છે તો અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ અને અભાવને પણ સાંખ્યો વગેરે કે આચાર્ય જેવા કેટલાક પ્રમાણ માને છે તો તેનું શું? અનુમાન વગેરે પ્રમાણો જ નથી કે અન્ય પ્રમાણો છે? એવો પ્રશ્નકારનો પ્રશ્ન પૂછવાનો આશય છે.
અનુમાન લિંગથી પદાર્થનું દર્શન. (જેમકે ધૂમાડાથી અગ્નિનું દર્શન.) ઉપમાન=પ્રસિદ્ધ સમાનતાથી સાધ્યને સિદ્ધ કરવું. (જેમકે ગાયની સમાનતાથી ગવયને જાણવો.)
આગમ=આપ્તપુરુષનો ઉપદેશ.
અર્થાપત્તિ-જાણેલથી નહિ જાણેલાની કલ્પના કરવી. (જેમકે દિવસે ભોજન કરતો નથી છતાં પુષ્ટ છે એથી રાતે ભોજન કરે છે એવી કલ્પના કરવી.)