Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૫૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૨ સ્પષ્ટ રીતે પ્રત્યક્ષ થાય. આથી ત્યાં જે મતિ-શ્રુતનું પ્રત્યક્ષત્વ કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે. શાસ્ત્રકાર નિશ્ચયનયની અપેક્ષાએ મતિ-શ્રુતને પરોક્ષ કહે છે. આથી આગમની સાથે કોઈ વિરોધ નથી. અનુભવથી પણ વિરુદ્ધ નથી. કારણ કે સાક્ષાત્ આત્માથી દર્શન અસિદ્ધ છે. ઇન્દ્રિયાદિ દ્વારા જ રૂપાદિનું દર્શન થાય છે. આથી અનુમાન પ્રમાણથી કહી શકાય કેઇન્દ્રિય-મનરૂપ નિમિત્તથી થનારું જ્ઞાન પરોક્ષ છે. કેમકે ગ્રાહ્ય-ગ્રાહકથી ભિન્ન નિમિત્તથી થાય છે. જેમકે ધૂમથી થનારું અગ્નિનું જ્ઞાન. જે જ્ઞાન ઇન્દ્રિય-મનરૂપ નિમિત્તથી ન થાય તે પરોક્ષ ન હોય. જેમ કે અવધિજ્ઞાન આદિ. અહીં પ્રાસંગિક વિશેષ વર્ણનની જરૂર નથી. (૧-૧૧) टीकावतरणिका- एवं परोक्षं प्रमाणमभिधाय तदन्यदभिधातुमाहટીકાવતરણિકાર્થ આ પ્રમાણે પરોક્ષ પ્રમાણને કહીને પ્રત્યક્ષ પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
પછીના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે– પ્રત્યક્ષમચત્ ર-રા
સૂત્રાર્થ– બાકીનાં અવધિ, મન:પર્યાય અને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ રૂ૫ છે. (૧-૧૨)
भाष्यं-मतिश्रुताभ्यां यदन्यत् त्रिविधं ज्ञानं तत्प्रत्यक्षं प्रमाणं भवति । कुतः । अतीन्द्रियत्वात् । प्रमीयन्तेऽस्तैिरिति प्रमाणानि । अत्राह- इह अवधारितं द्वे एव प्रमाणे प्रत्यक्षपरोक्षे इति । अनुमानोपमानागमार्थापत्तिसम्भवाभावान्यपि च प्रमाणानीति केचिन्मन्यन्ते । तत्कथमेतदिति । अत्रोच्यते- सर्वाण्येतानि मतिश्रुतयोरन्तर्भूतानीन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात्। किञ्चान्यत् । अप्रामाणान्येव वा । कुतः । मिथ्यादर्शनपरिग्रहाद्विपरीतोपदेशाच्च। मिथ्यादृष्टेहि मतिश्रुतावधयो नियतमज्ञानमेवेति वक्ष्यते । नयवादान्तरेण तु यथा मतिश्रुतविकल्पजानि भवन्ति तथा પુરસ્તાક્યામ: -રા