Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૨૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ (૧૨)આહારક આહારક જીવોમાં બંને હોય. અનાહારક જીવોમાં પૂર્વ પ્રતિપન્ન હોય, ભવાંતરમાં જતાં અંતરાલગતિમાં પ્રતિપદ્યમાનનસંભવે.
(૧૩)ઉપયોગ– પ્રશ્ન સાકારોપયોગમાં વર્તતો જીવ સમ્યત્વ પામે છે કે અનાકાર ઉપયોગમાં વર્તતો જીવ સમ્યકત્વ પામે છે?
ઉત્તર- સાકાર ઉપયોગમાં વર્તતો જીવ સમ્યકત્વ પામે છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય. અનાકાર ઉપયોગમાં વર્તતો પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. કારણ કે બધી લબ્ધિઓ સાકાર ઉપયોગમાં વર્તતા જીવને થાય છે એવું મહર્ષિઓનું વચન પ્રમાણભૂત છે.
આ તેર વ્યાખ્યાદ્વારોમાં વ્યાખ્યા કરવાના સાધનોમાં યથાસંભવ કહેવું, અર્થાત્ સમ્યકત્વ જ્યાં ન સંભવે અને જ્યાં સંભવે અથવા ક્ષાયિક આદિ સમ્યગ્દર્શન જ્યાં સંભવે ત્યાં કહેવું. સભૂત પદાર્થ એવા સમ્યગ્દર્શન પદનું વ્યાખ્યાન આ પ્રમાણે યથાયોગ્ય વિચારવું.
ભાષક અને પરિત્ત વગેરે દ્વારા ભાષ્યકારે કહ્યાં નથી. કારણ કે તે દ્વારોનો અહીં ગ્રહણ કરેલા કારોમાં સમાવેશ થઈ જાય છે. ભાષકદ્વાર પંચેન્દ્રિયમાં આવી જાય છે. પરીત્તદ્વાર પણ કાયદ્વારમાં આવી જાય છે. પર્યાપ્તદ્વાર કાયદ્વારમાં આવી જાય છે. સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ, ચરમ દ્વારા તે જ કાયદ્વારમાં આવી જાય છે. આથી ભાષ્યકારે કહ્યાં નથી.
(૨) સંખ્યા- હવે બીજા દ્વારને સ્પર્શતા=વિચારતા ભાષ્યકાર કહે છે- “સંધ્યા' રૂતિ, સંખ્યા એટલે પરિમાણ. એક સંખ્યા ગણિત વ્યવહારને અનુસરનારી બેથી પ્રારંભી શીર્ષપ્રહેલિકા સુધીની. બીજી ગણિતના વિષયને ઓળંગી ગયેલી અસંખ્યયનસંખ્યાથી ન ગણી શકાય તેવી છે. તેના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. અનંત સંખ્યા અસંખ્ય સંખ્યાને ઓળંગી ગયેલી છે. તેના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. સંખ્યાને વિસ્તારથી જાણવાના અભિલાષીએ અનુયોગદ્વારમાંથી જાણી લેવી.