Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૩૯ સમ્યગ્દર્શનથી યુક્ત જીવો ગતિ આદિમાં કેટલા છે ? એમ સમ્યગ્દર્શનવાળા જીવો અહીં પૂછાય છે. પહેલાં આ કહેલું છે. આથી પૂછે છે કે “ચિત્ સર્શનમ્ સમ્યગ્દર્શનીઓ કેટલા છે? સંખ્યાને જાણનારા ભાષ્યકાર સ્વયં જ આને સ્પષ્ટ કરે છે- “ િસક્સેયમ ફત્યાતિ, સમ્યગ્દર્શનીઓ શું સંખ્યાત છે? અસંખ્યાત છે કે અનંત છે?
આ પ્રમાણે પૂછાયે છતે ભાષ્યકાર કહે છે- તે, મ ધ્યેયનિ સ નાનિ, ઉત્તર કહેવાય છે. સમ્યગ્દર્શનીઓ અસંખ્યાત છે. સંખ્યાત કે અનંત નથી. સમ્યગ્દર્શનીઓ અસંખ્યાતા છે એવા નિર્દેશથી ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવો, સિદ્ધો અને કેવળીઓને છોડીને બાકીના સંસારવર્તી સમ્યગ્દર્શની જીવો જેટલા છે તેટલા બતાવાય છે. તો પછી કેવળીઓ અને સિદ્ધો એ બધા કેટલા છે? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- ભવસ્થ કેવળીઓ અને સિદ્ધોની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિઓ અનંત છે.
(૩) ક્ષેત્ર- અન્ય દ્વારની વિચારણા માટે કહે છે- જીવાદિ દ્રવ્યો જેમાં રહે તે ક્ષેત્ર, અર્થાતુ આકાશ. અસંખ્યાત કે અનંતરૂપે નિશ્ચિત કરેલા આ જીવો કેટલા આકાશમાં રહેલા છે? એવો સંશય થયે છતે પૂછે છે – સમ્યગ્દર્શની કેટલા ક્ષેત્રમાં હોય?
પ્રશ્ન- આ કથનથી સમ્યગ્દર્શની પૂછાય છે, અને નિર્ણય પણ સમ્યગ્દર્શનીનો જ થાય છે. સમ્યગ્દષ્ટિઓ તો પૂછાતા નથી અને તેમનો નિર્ણય પણ થતો નથી. આ અયુક્ત છે.
ઉત્તર– અહીં આ સમ્યગ્દર્શન શબ્દ સષ્ટિ : દર્શનમ્ એ પ્રમાણે ભાવસાધનમાં છે. તેથી તે શબ્દને સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન એ બંનેના વાચક તરીકે સ્વીકારવો જોઈએ, અર્થાત્ અપાયસદ્રવ્યથી યુક્ત સમ્યગ્દર્શની અને અપાયસદ્રવ્યથી રહિત(=સમ્યગ્દષ્ટિ) એવા સિદ્ધ અને ભવસ્થ કેવળી એ બંનેનો વાચક માનવો જોઈએ. નિર્ણયવાક્યમાં પણ આ પ્રમાણે જ જાણવું.
૧. પ્રથમ અધ્યાયના સાતમા સૂત્રમાં વિધાનદ્વારમાં સંધ્યારે તું તરતાં પ્રતિપાદ્યતે |