Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૦૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ સહિત મનુષ્યભવમાં સંયમ પામીને અવશ્ય સિદ્ધ થાય. આ પ્રમાણે ત્રણ પૂર્વ ક્રિોડ અધિક ૬૬ સાગરોપમ થાય અથવા અય્યત (બારમાં) દેવલોકમાં ૨૨ સાગરોપમસ્થિતિવાળો તે ત્રણ વાર ઉત્પન્ન થાય. પછી અવશ્ય તેની સિદ્ધિ થાય.
શૈલેશીનો કાળ પૂર્વે સમ્યગ્દષ્ટિ સાદિ-સાંત અને સાદિ-અનંત એમ બે પ્રકારની છે એમ જે કહ્યું હતું, તેમાં સાદિ-સાત એ અંશની ભાવના કરી. હવે સાદિઅનંત એ અંશને સષ્ટિ સહિરપર્યવસાના સયા ઈત્યાદિથી વિચારે છે. જે કેવળી મન-વચન-કાયા રૂપ યોગોથી સહિત હોય તે સયોગકેવળી છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી શૈલેશીને ન સ્વીકારે ત્યાં સુધી સયોગકેવળી કહેવાય.શૈલેશીનો સ્વીકાર થતાં યોગોનો નિરોધ થઈ જાય ત્યારે અયોગકેવળી કહેવાય. આને જ ભાષ્યકાર કહે છેશજોશીપ્રાત: તિ, શિલાઓનો સમૂહ તે શેલ(પર્વત). શૈલોનો ઇશ(=સ્વામી) તે શૈલેશ. શૈલેશ એટલે મેરુ. શેલેશનો ભાવ તે શૈલેશી, અર્થાત્ સ્થિરતા. (મેરુ જેવી સ્થિરતા તે શેલેશી.) શૈલેશીને પામેલો શૈલેશી પ્રાપ્ત કહેવાય. શૈલેશીનો કાળ મધ્યમ રીતે પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચાર જેટલો છે. ત્યાર પછી અવશ્ય સિદ્ધ થાય છે.
સયોગ અને અયોગ એ બંને પ્રકારના ભવસ્થકેવળી અને સર્વ કર્મોથી રહિત સિદ્ધ સાદિ-અનંત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. કારણ કે સાદિ પણ આ રુચિ ક્યારે પણ નહિ જાય. સદષ્ટિ સહિરપર્યવસાના એવો સ્ત્રીલિંગમાં પ્રયોગ સયોગ-અયોગ ભવસ્થકેવળી અને સિદ્ધાં રુચિથી અલગ નથી અને રુચિ તેમનાથી અલગ નથી એમ જણાવવા માટે છે અથવા સાદિ-અનંત સમ્યગ્દષ્ટિ જે કહી તેને સયોગકેવળી વગેરે અનુભવે છે (એમ જણાવવા) માટે સ્ત્રીલિંગમાં પ્રયોગ છે.
(૬) વિધાન– હવે વિધાનદ્વારને વિચારતા ભાષ્યકાર કહે છેવિધાનમ્ તિ, જે કરાય તે વિધાન. વિધાન, ભેદ, પ્રકાર એ બધા શબ્દો સમાન અર્થવાળા છે.