Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૯ શબ્દનો પ્રયોગ અન્ય સમાન પ્રકૃતિઓના સંગ્રહ માટે છે. અવધારણ માટે છે એમ બીજાઓ કહે છે. બીજાઓ તનમોહસ્ય એવા પાઠને જ બોલતા નથી=માનતા નથી. “ક્ષયવિષ્યઃ તિ, સમ્યગ્દર્શનને ઢાંકનારા દર્શનમોહકર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી સમ્યગ્દર્શન થાય છે. તથા પદ ઉદાહરણનો ઉલ્લેખ કરવા માટે છે.
ક્ષયસર્જન” રૂલ્યક્તિ, સમ્યગ્દર્શનને ઢાંકનારા=રોકનારા (દર્શનમોહનીય વગેરે) કર્મના ક્ષય આદિથી થયું હોવાથી ક્ષયસમ્યગ્દર્શન, ઉપશમસમ્યગ્દર્શન અને ક્ષયોપશમસમ્યગ્દર્શન એમ કહેવાય છે.
“સત્ર ૨ રૂત્યતિ, લયસમ્યગ્દર્શન વગેરેમાં જેમ કાર્યભેદ સ્વીકારાયો છે તેમ પ્રકર્ષભેદ પણ જાણવો એમ ૪ શબ્દથી સૂચન થાય છે. તે પ્રકર્ષને બતાવતા ભાષ્યકાર કહે છે- “ગૌપશમિજ રૂત્યાદિ, ઔપશમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ત્રણમાં પછી પછીના સમ્યગ્દર્શનમાં વિશુદ્ધિ અધિક અધિક છે.
જો કે આ ત્રણમાં લયસમ્યગ્દર્શન પ્રધાન છે. એથી પૂર્વે તેનો પ્રથમ ઉલ્લેખ કર્યો. પણ હમણાં પ્રકર્ષ બતાવવાનો હોવાથી તેનો છેલ્લે ઉલ્લેખ કર્યો છે. ઉદયના અભાવરૂપ ઉપશમથી થયેલું સમ્યગ્દર્શન ઔપશમિક છે. આત્માથી કર્મના જુદા થવા રૂપ ક્ષયથી અને ઉપશમથી થયેલું સમ્યગ્દર્શન ક્ષાયોપથમિક છે. કર્મના ક્ષયથી થયેલું સમ્યગ્દર્શન ક્ષાયિક છે. અહીં ઔપશમિક વગેરેનો જે ક્રમથી ઉલ્લેખ કર્યો છે તે ક્રમથી પરસ્પર વિશુદ્ધિમાં=નિર્મલતામાં પ્રકર્ષ છે, અર્થાત્ પછી પછીના સમ્યગ્દર્શનમાં તત્ત્વોનો બોધ અધિક અધિક થાય છે.
ઔપથમિકસમ્યગ્દર્શન બધાથી અધિક મલિન છે. કારણ કે અલ્પકાળ રહેનારું છે. તથા ઔપશમિકસમ્યગ્દષ્ટિ ફરી ઉમિથ્યાત્વને પામે છે. કારણ કે ઉપશમ સમ્યક્ત્વ માત્ર અંતર્મુહૂર્ત સુધી જ હોય. ઉપશમસમ્યકત્વમાં વર્તતો જીવ જો કાળ ન કરે તો મિથ્યાત્વને જ પામે એવો આગમિક મત છે. ઔપશમિકસમ્યકત્વથી ક્ષાયોપથમિકસમ્યકત્વ વધારે