Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૩. જીવમાં સમ્યગ્દર્શન ઇત્યાદિ (છ) વિકલ્પો પૂર્વે (સ્વામિત્વની વિચારણામાં) વિચારેલા જ છે. અહીં ફક્ત આટલો જ ભેદ છે કે સ્વામી શબ્દના સ્થાને ‘આધાર’ શબ્દનો ઉચ્ચાર કરવો. બીજું બધું પૂર્વ પ્રમાણે જ વિચારવું. (જુઓ પૃષ્ઠ-૯૫) ઉભયસંનિધાનમાં અસંભવિત અને સંભવિત યથોક્ત છ ભાંગા જ વિકલ્પો છે, અથવા પૂર્વોક્ત ભંગોમાં વિકલ્પો છે.
પ્રશ્ન- સ્વામિત્વ અને અધિકરણ એ બે દ્વારના અર્થમાં કોઈ અર્થ ભેદ નથી. તેથી એ બંનેને ભિન્ન કેમ કહ્યા?
ઉત્તર– એક સ્થળે(=સ્વામિત્વમાં) સંબંધની વિવક્ષા છે, બીજા સ્થળે આધારની વિવક્ષા છે. સંબંધ અને આધારનો ભેદ છે. જેમકે- દેવદત્તનો પુત્ર નગરમાં કે આસન આદિમાં રહે છે. અહીં દેવદત્તનો પુત્ર એ કથનમાં સંબંધની વિવેક્ષા છે. નગરમાં રહે છે એ કથનમાં આધારની વિવેક્ષા છે.)
(૫) સ્થિતિ– હવે સ્થિતિદ્વારને સ્પર્શે છે- સ્થિતિ: તિ, સ્થિતિદ્વારનું વિવરણ કરે છે- સ ર્જન વિયન્ત વાતમ, ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી રહે છે? અહીં વ્યાકરણના 'ઝાતાધ્વનોઃ એ સૂત્રથી બીજી વિભક્તિ છે. અહીં પ્રશ્નકારનો આ આશય છે- મિથ્યાષ્ટિને પહેલા ન થયેલું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જે ઉત્પત્તિવાળું હોય તે સાદિ-સાત જોવામાં આવ્યું છે. જેમકે મનુષ્ય. કોઇક સમ્યકત્વ સિદ્ધત્વ આદિની જેમ સાદિ-અનંત હોય છે. આચાર્ય પણ પ્રશ્નમાં રહેલા આશય મુજબ જ ઉત્તર આપે છે–
સમ્યગ્દષ્ટિના બે પ્રકાર સગણિદ્ધિવિધા કૃત્યાતિ, સમ્યગ્દષ્ટિ સાદિ-સાંત અને સાદિ-અનંત એમ બે પ્રકારની છે. શુભ(=સુંદર) દૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. કઈ દૃષ્ટિ શુભ ૧. “#ાનનોવ્યો” (સિદ્ધહેમશબ્દાનુશાસન--૨-૪૨) એ સૂત્રથી અહીં દ્વિતીયા વિભક્તિ
થઈ છે.