Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૦૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭
અથવા પ્રશ્ન બીજી રીતે આ પ્રમાણે છે- સમ્યગ્દર્શન એ ગુણ છે. ગુણોનો આશ્રય હોવો જોઇએ. તે આશ્રય શું અત્યંતર આત્મા છે ? અથવા જેની સહાયથી સમ્યગ્દર્શન થયું તે બાહ્ય પ્રતિમાદિ વસ્તુ છે ? કે પછી બંને છે? આ પ્રમાણે પૂછાયેલા ભાષ્યકાર કહે છે- આત્મસન્નિધાને તાવદ્ હત્યાવિ, આત્મા આધાર છે એવી વિવક્ષામાં જીવમાં સમ્યગ્દર્શન છે. કારણ કે જીવ સિવાય બીજામાં સમ્યગ્દર્શન દેખાતું નથી. જેવી રીતે સમ્યગ્દર્શન આત્મામાં છે તે રીતે જ્ઞાન-ચારિત્ર પણ આત્મામાં છે એમ ભાષ્યકાર કહે છે-નીવે જ્ઞાન નીવે ચારિત્રમ્ કૃતિ, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં ચારિત્ર છે.
જ્ઞાન-દર્શન-ચારિત્ર સિવાય બીજો કોઇ જીવ નથી, અર્થાત્ આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ છે.
કોઇક કાલ્પનિક ઉપદેશ આપે છે. કોઇક કેવો કાલ્પનિક ઉપદેશ આપે છે ? તે આ પ્રમાણે- જ્યારે જીવમાં સમ્યગ્દર્શન હોય ત્યારે જ્ઞાન-ચારિત્ર આધારભાવને પામે છે, અર્થાત્ જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મામાં સમ્યગ્દર્શન રહે છે. જ્યારે જીવમાં જ્ઞાન હોય ત્યારે દર્શન-ચારિત્ર આધારભાવને પામે છે. જ્યારે જીવમાં ચારિત્ર હોય ત્યારે જ્ઞાન-દર્શન આધાર બને છે અને ચારિત્ર આધેય બને છે.
‘ત’િ કૃતિ, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ભવ્યત્વ-અભવ્યત્વ વગેરે ગુણો જીવરૂપ આધા૨માં રહેનારા જાણવા.
વાહ્યસન્નિષાને ન નીવે સમ્પર્શનમ્ ફત્યાવિ, બાહ્ય સંનિધાનમાં સમ્યગ્દર્શન જીવમાં નથી, અજીવમાં રહે છે.
પ્રશ્ન— સમ્યગ્દર્શન આત્મામાં જ જણાય છે એમ કહ્યું. હવે બીજામાં પણ રહે છે એમ શા માટે કહેવાય છે ?
ઉત્તર– જે વસ્તુ જ્યાં અવિભાગથી(=અભેદ ભાવથી) રહી હોય તે વસ્તુ ત્યાં જ રહે છે એમ કહેવાતું નથી, કિંતુ બીજે પણ રહેલી હોય તો બીજે પણ રહેલી કહેવાય છે. જેમકે- પલંગમાં રહેલો દેવદત્ત ઘરમાં રહેલો કહેવાય છે, ઘરમાં રહેલો દેવદત્ત નગરમાં રહેલો કહેવાય છે.