Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
છે. દ્રવ્યો પરિણામ લક્ષણવાળા છે એમ અમે હવે પછી (પાંચમા અધ્યાયમાં) કહીશું.
જે કહ્યું છે તે પોતાની બુદ્ધિથી નથી કહ્યું. આથી ગામિતશ ઇત્યાદિથી આપના આગમને કહે છે- મામતિ: એ પ્રમાણે ત{ પ્રત્યય સપ્તમી વિભક્તિના અર્થમાં છે. શબ્દ ગપ શબ્દના અર્થમાં છે. જ્યારે પૂર્વ નામના આગમનું વ્યાખ્યાન થઈ રહ્યું હતું ત્યારે વ્યાકરણની ઉત્પત્તિનું મૂળ કારણ એવા શબ્દપ્રાભૂતને જાણનારા અને દ્રવ્ય એવા શબ્દનો તીર્થકરે શો અર્થ કહ્યો છે એમ પૂછાયેલા ગુરુએ કહ્યું તીર્થકરે દ્રવ્યશબ્દનો ભવ્ય એવો અર્થ કહ્યો છે. આમ આગમમાં પણ શબ્દપ્રાભૂતને જાણનારા ગુરુએ દ્રવ્ય શબ્દનો ભવ્ય એવો અર્થ કહ્યો છે.
પ્રશ્ન- આ પણ(=દ્રવ્ય શબ્દનો ભવ્ય એવો અર્થ છે એ પણ) હમણાં કેવી રીતે જાણી શકાય?
ઉત્તર-પૂર્વાન્તર્ગત શબ્દપ્રાભૂતમાંથી ઉત્પન્ન થયેલા વ્યાકરણમાં તેવો અર્થ સંભળાય છે. (વ્યાકરણમાં) કહ્યું છે કે- દ્રવ્ય એટલે ભવ્ય. આનો અર્થ આ પ્રમાણે છે- ભવ્ય અર્થમાં જ દ્રવ્ય એ પ્રમાણે નિપાત થાય છે. કેટલાક જીવોને ભવ્ય શબ્દનો શો અર્થ છે એવી શંકા રહે છે આથી ભાષ્યકાર (ભવ્ય શબ્દના અર્થને) સ્પષ્ટ કરે છે- જે પ્રાપ્ય છે તે ભવ્ય છે. પોતાના તે તે ગતિ આદિ પરિણતિ વિશેષોથી જે પ્રાપ્ત કરવા યોગ્ય છે તે પ્રાપ્ય છે અથવા તે તે ગતિ આદિ પરિણામ વિશેષોને જે પ્રાપ્ત કરે છે તે પ્રાપ્ય છે.
પ્રશ્ન- ભવ્ય શબ્દમાં ભૂ ધાતુ અકર્મક અને સત્તા અર્થને કહેનારો છે, જ્યારે પ્રાપ્ય શબ્દ કર્મને કહેનારો છે. તો કર્મને કહેનારા પ્રાપ્ય એવા કૃત્યનું(=કૃદંતનું) ભવ્ય એવા અર્થમાં વિવરણ કેમ કરવામાં આવે છે?
ઉત્તર– ભવ્ય શબ્દમાં પૂ ધાતુ સત્તા અર્થને કહેનારો નથી, કિંતુ પ્રાપ્તિ અર્થને કહેનારો છે, તથા (દશમા ગણના) ચુરાદિ ધાતુઓમાં છે. આ પાઠથી દૂ ધાતુનો પ્રાપ્તિ અર્થ છે. આ પ્રમાણે ભૂ ધાતુનો પ્રાપ્તિ અર્થ નિશ્ચિત