Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ एवोत्तरत्र दर्शयिष्यति । एवं प्रमाणावयवं निर्भिद्य व्युत्पत्त्यादिद्वारेण नयावयवं विभजयन्नाह-'नयाचे'त्यादि, नयन्तीति नयाः, अनेकधर्मात्मकं वस्तु एकधर्मेण नित्यमेवेदमनित्यमेवेति वा निरूपयन्तीत्यर्थः, एते च पञ्च नैगमादयो वक्ष्यन्त उपरिष्टात्, अत एव सर्वनयावलम्बिनः प्रमाणं ज्ञानं, अमीषां भेदेनाभिधानं, तथाहि-प्रमाणं समस्तवस्तुस्वरूपपरिच्छेदात्मकं मत्यादीति, अतः प्रमाणं सम्यग्ज्ञानं, नयास्तु मिथ्याज्ञानं, यत आह-'एवं सव्वेवि नया मिच्छादिट्ठी'त्यादि, एवं च कृत्वा प्रमाणशब्दस्याभ्यर्हितत्वात् सूत्रे पूर्वनिपात इति न चोद्यावकाशः । अपरे वर्णयन्ति-परस्परापेक्षया नैगमादयो नया इति व्यपदिश्यन्ते अध्यवसायास्तैः परस्परापेक्षैर्ज्ञानं समस्तवस्तुस्वरूपालम्बनं जन्यते, तदनवगतवस्तुपरिच्छेदाभ्युपायत्वात् प्रमाणं, ये पुनर्भेगमादयो निरपेक्षाः परस्परेण ते नयाभासा इति ॥१-६॥
પ્રમાણ અને નયોથી જીવાદિ તત્ત્વોનો બોધ ટીકાર્થ– કરણભૂત એવા પ્રમાણ-નયોથી જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે. પ્રમાણ-નયોનું લક્ષણ હવે પછી કહેવાશે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે- થીમ્ ઈત્યાદિ, પ્રસ્તુતમાં બતાવેલા યથોદિષ્ટાનાં ક્રમ પ્રમાણે સમૂહરૂપથી કહેલા, નામ-સ્થાપના આદિ ભેદોથી નિક્ષિપ્ત એવા જીવાદિ તત્ત્વોનો પ્રમાણ-નયોથી વિસ્તારથી બોધ થાય છે. નિક્ષિત એટલે વિશેષ બોધના ઉપાયરૂપે જેમનો નજીકમાં જ નિક્ષેપ કરવામાં આવ્યો છે તે, અર્થાત્ જીવ(આદિ) શબ્દના વાચ્ય અર્થ અનેક હોય છે, તેમાંથી કયા અર્થનું અહીં પ્રયોજન છે એમ વિશેષરૂપે જાણવા માટે જેમનો નિક્ષેપ કરવામાં આવ્યો છે તે. (જેમકે- નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ, ભાવજીવ એ બધા જીવ છે. પણ તેમાં નામજીવ વગેરેનું અહીં પ્રયોજન નથી, કિંતુ ભાવજીવનું પ્રયોજન છે.) અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જેમનો નીવાળીવાસ્ત્રવે એ સૂત્રમાં નામનિર્દેશ કર્યો છે, અને નામસ્થાપના. એ