Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫ Wાશ' (૬-ર૬) “તમેચ્ચ સત્પદાન્ત” (પ-ર૬) રૂતિ વામ: भावतो-द्रव्याणि धर्मादीनि सगुणपर्यायाणि प्राप्तिलक्षणानि वक्ष्यन्ते । आगमतश्च प्राभृतज्ञो द्रव्यमिति भव्यमाह । 'द्रव्यं च भव्ये' । भव्यमिति प्राप्यमाह । भू प्राप्तावात्मनेपदी। तदेवं प्राप्यन्ते प्राप्नुवन्ति वा द्रव्याणि । एवं सर्वेषामनादीनामादिमतां च जीवादीनां भावानां मोक्षान्तानां तत्त्वाधिगमार्थं न्यासः कार्य इति ॥१-५॥
ભાષ્યાર્થ– આ નામાદિ ચાર અનુયોગ દ્વારોથી જીવાદિ તત્ત્વોનો ન્યાસ થાય છે. વિસ્તારપૂર્વક લક્ષણથી અને વિધાનથી જાણવા માટે ન્યાસ-નિક્ષેપ છે. તે આ પ્રમાણે- નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ અને ભાવજીવ. નામ, સંજ્ઞા અને કર્મ એ શબ્દોનો એક અર્થ છે. ચેતનાવાળા અથવા અચેતન દ્રવ્યનું જીવ એ પ્રમાણે નામ કરાય છે તે નામજીવ છે. જે કાઇ-પુસ્ત-ચિત્રકર્મ-અક્ષનિક્ષેપ આદિમાં જીવ એ પ્રમાણે જે સ્થાપના કરાય છે તે સ્થાપનાજીવ છે. જેમ કે દેવની આકૃતિવાળો ઈન્દ્ર, રુદ્ર, સ્કંદ અને વિષ્ણુ એમ કહેવાય છે.
ગુણ-પર્યાયથી રહિત બુદ્ધિથી સ્થાપેલો અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત જીવ દ્રવ્યજીવ એમ કહેવાય છે અથવા આ ભાંગો શૂન્ય છે, અર્થાત્ દ્રવ્ય જીવવાળો આ વિકલ્પ સંભવતો નથી. જે અજીવ હોય અને ભવિષ્યમાં જીવ થાય તે દ્રવ્યજીવ છે. આ અનિષ્ટ છે.
ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદયિક અને પરિણામિક ભાવવાળા તથા ઉપયોગ લક્ષણવાળા ભાવ જીવો છે. ભાવ જીવો સંસારી અને મુક્ત એમ બે પ્રકારના આગળ (અ.૨ સૂ.૧૦માં) કહેવાશે. એ પ્રમાણે અજીવ વગેરે સર્વ તત્ત્વોમાં(=પદાર્થોમાં) અનુસરવું=જાણવું.
જીવાદિના પર્યાયવાચી શબ્દોથી પણ નામદ્રવ્ય-સ્થાપનાદ્રવ્ય-દ્રવ્યદ્રવ્ય ભાવથી દ્રવ્ય એમ કહેવાય છે. જે જીવનું કે અજીવનું દ્રવ્ય એ પ્રમાણે નામ કરાય છે તે કાઇ-પુસ્ત-ચિત્રકર્મ-અક્ષનિક્ષેપ આદિમાં જે દ્રવ્ય એ પ્રમાણે સ્થપાય છે તે સ્થાપનાદ્રવ્ય છે. દેવની મૂર્તિવાળા ઇન્દ્ર, રુદ્ર, સ્કન્દ