Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૯
વસ્તુનો નિરન્વય નાશ થાય અને કાર્ય થાય તો અસત્ વસ્તુ સત્ થાય. સર્વથા અસમાં સત્ થવાની(=ઉત્પન્ન થવાની) શક્તિ જ નથી. તેથી નિરન્વય નાશમાં બીજું કાર્ય ન થાય. બીજા કાર્યનો અભાવ થાય. નિરન્વય નાશમાં અન્ય કાર્યના અભાવની જેમ મૂળ વસ્તુના અભાવનો પ્રસંગ આવે, અર્થાત્ મૂળ વસ્તુ સર્વથા નાશ પામે. (જેમ કે સુવર્ણના હારમાંથી સુવર્ણની વીંટી બનાવી. અહીં સુવર્ણ મૂળ વસ્તુ છે. હાર અને વીંટી પર્યાય છે. અહીં સુવર્ણ વસ્તુ રહીને વીંટી રૂપ કાર્ય થયું. જો સુવર્ણ નાશ પામીને વીંટી બને તો એનો અર્થ એ થયો કે વીંટી પહેલા હતી જ નહિ અને અસત્ જ ઉત્પન્ન થઇ. પણ આમ બનતું નથી. તેથી નિરન્વય નાશમાં સુવર્ણનો નાશ થયો અને એથી વીંટીનો પણ અભાવ થયો. જો સુવર્ણ જ નથી તો વીંટી શેમાંથી બને ?)
અન્ય અન્ય અધ્યવસાયો અનુકંપાદિથી ગર્ભિત, મંદ-મધ્યમ-તીવ્ર પરંપરાએ સમ્યગ્દર્શનના બીજભૂત અને (સંસારની અસારતા આદિના) બોધ રૂપ જાણવા.
અનાદિ મિથ્યાર્દષ્ટિ— અનાદિ એટલે જેની આદિ નથી તે, અર્થાત્ જેણે પૂર્વે ક્યારેય સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું નથી તેવો જીવ અનાદિ મિથ્યાદષ્ટિ છે.
અનાવિમિથ્યાદછેરપિ એ સ્થળે રહેલા અપિ શબ્દથી સાદિ મિથ્યાદષ્ટિ જાણવો.જેણે પૂર્વે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે અને તજી દીધું છે તેવો જીવ સાદિ મિથ્યાર્દષ્ટિ છે.
સતઃ- સંક્લેશયુક્ત જીવોના આચરણનો ત્યાગી.
પરિગાવિશેષાદ્- ઉત્તરોત્તર વધતા જતા અધ્યવસાયથી. અહીં યથાપ્રવૃત્તિક૨ણ રૂપ પરિણામવિશેષ વિવક્ષિત છે. યથાપ્રવૃત્તિકરણ પછી જીવ અપૂર્વકરણ કરે છે. અપૂર્વકરણ એટલે જીવે પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહિ કરેલો તેવો અન્ય અધ્યવસાય. ગ્રંથિનો ભેદ કરતા=કરી રહેલા જીવોને અપૂર્વકરણ હોય. ગ્રંથિનો ભેદ થયા પછી જીવ અનિવર્તિકરણને પામે