Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ યોનિઃઉત્પત્તિસ્થાન. યોનિને બીજા અધ્યાયમાં કહેશે. નરકાદિ ગતિમાં આત્મા (કર્મફળને ભોગવવા) શરીરને ગ્રહણ કરે છે. અનાદિ સંસાર સ્વરૂપ તે તે ભવોમાં જીવ અનેક પ્રકારના ફળને ભોગવે છે. કારણ કે સાતા-સમ્યત્વ-હાસ્યાદિ કર્મપ્રકૃતિઓ અનેક પ્રકારની છે તથા તેમનું ફળ અનેક પ્રકારનું છે. જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓ પણ અનેક પ્રકારની છે અને તેમનું ફળ પણ અનેક પ્રકારનું છે.
પુણ્ય-પાપના ફળને અનુભવતો જીવ
જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો છે જે અનુગ્રહ કરે તે સાતાદિ પુણ્ય છે. જે જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરે તે પાપ છે. ટીકામાં આવેલા મનુષ્યદ શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છેમનુ (અવ્યય) પછી એવા અર્થમાં છે. પૂર્વે ગ્રહ(ગ્રહણ) અને પછી ફળનો ઉપભોગ તે અનુગ્રહ.
પુણ્ય-પાપના ફળને કેવી રીતે અનુભવે છે? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે. જ્ઞાન-નોપયોગ-સ્વાભાવ્યા–આત્માનો જ્ઞાન-દર્શનના ઉપયોગનો સ્વભાવ છે તેથી ફળને અનુભવે છે. ભાવાર્થ આ છે- જીવ
જ્યારે જ્યારે ફળનો ઉપભોગ કરે છે ત્યારે ત્યારે હું સુખી છું, હું દુઃખી છું એમ જાણે છે. જીવ સાકાર અને અનાકાર એ બે ઉપયોગથી યુક્ત હોવાથી અવશ્ય જાણે છે.
જ્ઞાનનો યોગાસ્વભાવ્યા એ પદનો તાનિ તાનિ ઈત્યાદિ ઉત્તર ગ્રંથની સાથે પણ સંબંધ જોડવો. એથી અર્થ આ પ્રમાણે થાય- જ્ઞાનદર્શનના ઉપયોગનો સ્વભાવ હોવાથી જ પરિણામરૂપ અધ્યવસાયના સ્થાનાંતરોને(=અન્ય અન્ય સ્થાનોને) પામતો.
નાશ નિરન્વય ન થાય અહીં પરિણામથી એવા કથનથી વસ્તુનો નિરન્વય નાશ થતો નથી એમ જણાવ્યું. (દ્રવ્ય સહિત પર્યાયોનો નાશ એ નિરન્વય નાશ છે.) જો ૧. વાક્ય ક્લિષ્ટ ન બને એ હેતુથી અનુવાદમાં નિર્વિવરૂપfખ પદનો અર્થ લખ્યો નથી.