Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૭ અહીં જો તમે એમ પૂછો કે આત્મા સ્વતંત્ર હોવા છતાં પોતાના જ અહિતમાં કેમ પ્રવર્તે છે? તો તેનો પ્રત્યુત્તર કહેવાય છે- આત્મા કર્મથી મુગ્ધ કરાયેલો હોવાથી, જેવી રીતે વ્યાધિથી મુગ્ધ કરાયેલો જીવ અપથ્યમાં પ્રવર્તે છે તેવી રીતે, આત્મા પણ અહિતમાં પ્રવર્તે છે. પ્રશ્ન- કર્મથી મુગ્ધ બનેલો આત્મા એકાંતે કેવી રીતે સ્વતંત્ર હોય?
ઉત્તર– આ દોષ અમને લાગતો નથી. કેમકે આત્મા એકાંતે સ્વતંત્ર છે એમ અમે સ્વીકારતા જ નથી. અમોએ કર્મસાપેક્ષા કર્મયુક્ત) જ આત્મા કર્તા છે એમ કહ્યું છે. કેવળ(નકર્મરહિત) સિદ્ધજીવ કર્મનો કર્તા નથી. કેવળ સિદ્ધજીવ કર્મનો કર્તા છે એમ અમોએ સ્વીકાર્યું નથી.
આ પ્રમાણે કર્મથી જ પોતે કરેલા કર્મના ફળને અનુભવતા આત્માને જેની અપેક્ષાએ( જેના કારણે) કર્મફળ મળે છે તેને કહે છે- બંધ, નિકાચન, ઉદય અને નિર્જરાના કારણે કર્મફળ મળે છે.
બંધ=કર્મનો સંબંધ. બંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર ભેદોથી ભિન્ન=ભેદવાળો છે. આ ભેદો હવે કહેવાશે.
નિકાચન– આત્મપ્રદેશોની સાથે કર્મનું પોતાનું અલગ અસ્તિત્વ નષ્ટ થઈ જાય તે રીતે એકમેક થઈ જવું.
ઉદય બંધાયા પછી ઉદયાવલિકામાં પ્રવિષ્ટ તે જ કર્મનો ઉદય થવો, અર્થાત્ ફળને અનુભવવું.
નિર્જરા- ઉદયને(=કર્મફળને) અનુભવ્યા પછી તુરત કર્મ આત્માથી વિખૂટા પડી જાય તે નિર્જરા. પ્રશ્ન- કર્મફળ બંધાદિની અપેક્ષાથી કેમ મળે છે? ઉત્તર- જો બંધાદિ ન હોય તો કર્મફળ ન સંભવે. પ્રશ્ન- જીવ કર્મફળને ક્યાં અનુભવે છે?
ઉત્તર– નરક-તિર્યંચોની યોનિમાં અને દેવ-મનુષ્યોના ભવમાં કર્મફળને અનુભવે છે.