Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૫
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૃષ્ટિવાદનું ખંડન અનાદિ સંસારમાં એમ કહેવાથી સૃષ્ટિવાદનું ખંડન કર્યું. ગ્ના વિના સૃષ્ટિ ન ઘટે. સ્રષ્ટા હોય તો પ્રશ્ન થાય કે એ સૃષ્ટા કોનાથી બનાવાયો? જવાબમાં તમે કહો કે બીજા સ્રષ્ટાએ બનાવ્યો તો બીજા સ્રષ્ટાને કોણે બનાવ્યો? ત્રીજા સ્રષ્ટાએ બનાવ્યો તો ત્રીજા સ્રષ્ટાને કોણે બનાવ્યો ? આમ અનવસ્થા થાય.
હવે જો ઈશ્વરને કોઈએ બનાવ્યો છે એમ સ્વીકારાતું નથી તો તેની જેમ સંસારને પણ કોઈએ બનાવ્યો નથી. રાગાદિથી રહિત સ્રષ્ટાને વિશ્વના સર્જનનું કોઈ પ્રયોજન નથી. ક્રિીડા પ્રયોજન છે, અર્થાત્ સ્રષ્ટા ક્રીડા કરવા માટે જગતનું સર્જન કરે છે એમ સ્વીકારવામાં આવે તો સ્રષ્ટા રાગાદિ દોષવાળો થાય. દેવો વગેરેને સુખી કરે અને નારક વગેરેને દુઃખી કરે તેમાં તો (મસ્થાન=) નિરર્થક પક્ષપાત સિદ્ધ થાય.
તેવો તેનો સ્વભાવ છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી=કોઈ યુક્તિ નથી. સ્રષ્ટાથી કોઈની ઉત્પત્તિ થતી નથી. કર્મની પ્રેરણાથી સ્રષ્ટા જીવોને ઉત્પન્ન કરે છે એમ સ્વીકારવામાં સૃષ્ટાની શક્તિ શી રહી ? અર્થાત્ એમાં ગ્નાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. આ વિષયનો બીજા ગ્રંથોમાં નિર્ણય કર્યો છે.
અનાદિ સંસારમાં મિત:- ક્રિયાવાળો હોવાથી અને વિશ્વવ્યાપી ન હોવાથી (એક ગતિમાંથી બીજી ગતિમાં) પરિભ્રમણ કરતો. (કોઈ દર્શનકાર આત્માને નિષ્ક્રિય ક્રિયારહિત માને છે, કોઈ દર્શનકાર આત્માને વિમુ–વિશ્વવ્યાપી માને છે. માટે અહીં ક્રિયાવાળો અને વિશ્વવ્યાપી ન હોવાથી એમ કહ્યું.)
જેની અપેક્ષાએ(=જે કારણે) આ પરિભ્રમણ છે તેને કહેતા અને પ્રસ્તુતમાં ઉપયોગી બીજું પણ જણાવતા ગ્રંથકાર આ કહે છે- વર્મત પવ કર્મળ: સ્વતી ઇત્યાદિથી પ્રારંભી મનુમવતિ સુધી. ૧. વિતવ એ પદોના સ્થાને વિતર્વા એમ હોવું જોઇએ એમ કલ્પના કરીને અર્થ લખ્યો છે.