Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સમ્યગ્દર્શન એ બે પ્રકારે કહેવાય છે, નહિ કે સમ્યગ્દર્શનના મુખ્ય ભેદના પ્રતિપાદનથી. કારણ કે નિર્દેશ-સ્વામિત્વ ઈત્યાદિ સૂત્રમાં સમ્યગ્દર્શનના ભેદો કહેવાશે.
નિસર્ગસમ્યગ્દર્શન પ્રશ્ન- સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિસર્ગ કારણ સ્વીકારવામાં આવે છે. તે નિસર્ગ કોણ છે? તેનું સ્વરૂપ શું છે?
ઉત્તર– નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ એ બધા શબ્દોનો એક જ અર્થ છે. નિસર્ગ અપૂર્વકરણ પછી તુરત થનારું અનિવૃત્તિકરણ. કારણ કે તેનાથી તત્ત્વરુચિ થાય છે.
નિસર્ગ– નિસર્ગ શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે- તત્ત્વરુચિ નામનું કાર્ય થયે છતે જેને તજી દેવામાં આવે તે નિસર્ગ. સમ્યગ્દર્શન ઉત્પન્ન થયે છતે અનિવૃત્તિકરણને તજી દેવામાં આવે છે. કેમકે પછી તેનું પ્રયોજન રહેતું નથી. કારણ જ કાર્યરૂપે થઈ જવાથી અનિવૃત્તિકરણનો ત્યાગ થાય છે.
પરિણામ અન્વય(=કારણની કાર્યમાં સ્થિતિ) વિના ત્યાગ થતો નથી એ જણાવવા માટે કહે છે. પરિણામ તિ, પરિણમવું તે પરિણામ, અર્થાત્ પર્યાયનું પરિવર્તન તે પરિણામ. કેમકે અનિવૃત્તિકરણવાળો જીવ કથંચિત અનિવૃત્તિકરણના ત્યાગથી તત્ત્વરુચિ રૂપ થાય છે, અર્થાત ત્યાગ જ તત્ત્વરુચિ રૂપે પરિણમે છે. (માટે નિસર્ગને પરિણામ પણ કહી શકાય.)
પરિણામ પ્રયોગથી અને વિગ્નસાથી એમ બે રીતે થાય છે. ઘડાઓનો પરિણામ પ્રયોગથી=પ્રયત્નથી થાય છે. આકાશમાં થતા ઈન્દ્રધનુષ્ય આદિનો પરિણામ વિગ્નસાથી થાય છે.
સ્વભાવ- વૈઋસિક પરિણામને જણાવવા માટે કહે છે- સ્વભાવ તિ આ અનિવર્તિ રૂપ ભાવ સ્વથી પોતાનાથી જ તથાભવ્યત્વ આદિથી ઉત્પન્ન કરાયેલો છે. તેથી સ્વભાવ એમ કહેવાય છે અથવા પોતાનો ભાવ તે સ્વભાવ, અર્થાત્ ભાવ બીજા જીવવડે કરાયેલો નથી.