SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સમ્યગ્દર્શન એ બે પ્રકારે કહેવાય છે, નહિ કે સમ્યગ્દર્શનના મુખ્ય ભેદના પ્રતિપાદનથી. કારણ કે નિર્દેશ-સ્વામિત્વ ઈત્યાદિ સૂત્રમાં સમ્યગ્દર્શનના ભેદો કહેવાશે. નિસર્ગસમ્યગ્દર્શન પ્રશ્ન- સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિસર્ગ કારણ સ્વીકારવામાં આવે છે. તે નિસર્ગ કોણ છે? તેનું સ્વરૂપ શું છે? ઉત્તર– નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ એ બધા શબ્દોનો એક જ અર્થ છે. નિસર્ગ અપૂર્વકરણ પછી તુરત થનારું અનિવૃત્તિકરણ. કારણ કે તેનાથી તત્ત્વરુચિ થાય છે. નિસર્ગ– નિસર્ગ શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે- તત્ત્વરુચિ નામનું કાર્ય થયે છતે જેને તજી દેવામાં આવે તે નિસર્ગ. સમ્યગ્દર્શન ઉત્પન્ન થયે છતે અનિવૃત્તિકરણને તજી દેવામાં આવે છે. કેમકે પછી તેનું પ્રયોજન રહેતું નથી. કારણ જ કાર્યરૂપે થઈ જવાથી અનિવૃત્તિકરણનો ત્યાગ થાય છે. પરિણામ અન્વય(=કારણની કાર્યમાં સ્થિતિ) વિના ત્યાગ થતો નથી એ જણાવવા માટે કહે છે. પરિણામ તિ, પરિણમવું તે પરિણામ, અર્થાત્ પર્યાયનું પરિવર્તન તે પરિણામ. કેમકે અનિવૃત્તિકરણવાળો જીવ કથંચિત અનિવૃત્તિકરણના ત્યાગથી તત્ત્વરુચિ રૂપ થાય છે, અર્થાત ત્યાગ જ તત્ત્વરુચિ રૂપે પરિણમે છે. (માટે નિસર્ગને પરિણામ પણ કહી શકાય.) પરિણામ પ્રયોગથી અને વિગ્નસાથી એમ બે રીતે થાય છે. ઘડાઓનો પરિણામ પ્રયોગથી=પ્રયત્નથી થાય છે. આકાશમાં થતા ઈન્દ્રધનુષ્ય આદિનો પરિણામ વિગ્નસાથી થાય છે. સ્વભાવ- વૈઋસિક પરિણામને જણાવવા માટે કહે છે- સ્વભાવ તિ આ અનિવર્તિ રૂપ ભાવ સ્વથી પોતાનાથી જ તથાભવ્યત્વ આદિથી ઉત્પન્ન કરાયેલો છે. તેથી સ્વભાવ એમ કહેવાય છે અથવા પોતાનો ભાવ તે સ્વભાવ, અર્થાત્ ભાવ બીજા જીવવડે કરાયેલો નથી.
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy