________________
સૂત્ર-૩
૩૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ નિસર્ગ સમ્યગ્દર્શનનું નિમિત્ત નિસર્ગ છે. અધિગમ સમ્યગ્દર્શનનું નિમિત્ત અધિગમ છે. આમ આ બે નિમિત્તો ભિન્ન સમ્યગ્દર્શનના છે. આ જ કારણથી સૂત્રમાં સમાસ કર્યો નથી. સમાસ કરે તો તસિffથામામ્ એવું સૂત્ર થાય અને વા શબ્દનો પ્રયોગ પણ વધારાનો થાય, અર્થાત્ વા શબ્દનો પ્રયોગ ન થઈ શકે.
સમ્યગ્દર્શનના નિસર્ગ-અધિગમ એ બે ભેદ શાના કારણે છે? પ્રશ્ન- નિસર્ગસમ્યગ્દર્શન અને અધિગમસમ્યગ્દર્શન એમ શા માટે કહેવાય છે ?
ઉત્તર– સિદ્ ઇત્યાદિ. અહીં તિ શબ્દ તસ્મા( તેથી) એવા અર્થમાં છે. અત્ અને તત્ એ બેનો નિત્ય સંબંધ છે, અર્થાત જ્યાં વર્ શબ્દનો પ્રયોગ હોય ત્યાં તત્ શબ્દનો પ્રયોગ ન હોય તો પણ સમજી લેવો. જ્યાં તત્ શબ્દનો પ્રયોગ હોય ત્યાં યદ્ શબ્દનો પ્રયોગ ન હોય તો પણ સમજી લેવો. આથી અર્થ આ પ્રમાણે થાય- જે કારણથી નિસર્ગથી અને અધિગમથી આ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે કારણથી નિસર્ગ સમ્યગ્દર્શન અને અધિગમસમ્યગ્દર્શન એમ કહેવાય છે. જેમકે વાંકુર વગેરે. યવથી ઉત્પન્ન થયેલા અંકુરને વાંકુર કહેવાય છે. એવી રીતે નિસર્ગથી થયેલા સમ્યગ્દર્શનને નિસર્ગસમ્યગ્દર્શન કહેવાય છે અને અધિગમથી ઉત્પન્ન થયેલા સમ્યગ્દર્શનને અધિગમસમ્યગ્દર્શન કહેવાય છે. નિસર્ગ અને અધિગમનું સ્વરૂપ હવે કહેવાશે.
પૂર્વપક્ષ– જો મુખ્યવૃત્તિથી સૂત્રવડે સમ્યગ્દર્શનની ઉત્પત્તિના હેતુનું પ્રતિપાદન કરવામાં આવે છે તો “તે આ સમ્યગ્દર્શન બે પ્રકારનું છે” એવું વિવરણ અયુક્ત છે. એ વિવરણના સ્થાને વિવરણ આ પ્રમાણે થાય- “તે સમ્યગ્દર્શનના બે હેતુ છે.” આવું વિવરણ કરવાનું કારણ એ છે કે સૂત્રથી તે બે પ્રકાર વિચારેલા છે. આ પ્રમાણે પૂછાયેલા ભાષ્યકાર કહે છે–
ઉત્તરપક્ષ સમાસ કર્યા વિના નિસર્ગ અને અધિગમ નામના બે હેતુ જણાવ્યા હોવાના કારણે સમ્યગ્દર્શન નિસર્ગસમ્યગ્દર્શન અને અધિગમ