________________
૩૧
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ कालेनेति, अत्रोच्यते, सम्यग्दर्शनलाभो हि विशिष्टकालस्वभावनियतिकर्मपुरुषकारसामग्रीजन्यः, सा च प्रतिसत्त्वं भिन्नेति, ततश्च यस्य यो विपाककालस्तथाभव्यत्वनियतिकर्मकालपुरुषापेक्षस्तस्य तदा भवतीति न कश्चिद्दोषः, सर्वकार्याणामेव सामग्रीजन्यत्वाभ्युपगमात्, उक्तं च यथावस्थितार्हन्मतवेदिना सिद्धसेनदिवाकरण
"कालो सहाव णिअई पुव्वक्कयं पुरिसकारऽणेगंता । मिच्छत्तं ते चेव उ समासओ होंति सम्मत्तं ॥१॥" इत्यलं प्रसङ्गेन, अक्षरगमनिकामात्रस्य प्रस्तुतत्वादिति ॥१-३॥ ટીકાર્થ– પ્રશ્ન– પ્રકરણથી સમ્યગ્દર્શન જણાઈ જતું હોવા છતાં સૂત્રમાં તત્ એવા સર્વનામથી સમ્યગ્દર્શનનો પરામર્શ કેમ કર્યો ?
ઉત્તર- અહીં સર્વ શિષ્યો ઉપર અનુગ્રહ કરવા માટે આ ગ્રંથનો પ્રારંભ અતિસંક્ષેપને અને અતિવિસ્તારને છોડીને મધ્યમ રીતે છે, એ જણાવવા માટે તત્ શબ્દથી સમ્યગ્દર્શનનો પરામર્શ કર્યો છે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષેપથી અર્થ છે.
વિસ્તારથી અર્થને ભાષ્યકાર તત્ ઈત્યાદિથી કહે છે- અહીં તત્ શબ્દ પત અર્થમાં છે. તેથી સૂત્રનો અર્થ આ પ્રમાણે થાય- હમણાં જ શરૂ કરેલું આ સમ્યગ્દર્શન બે પ્રકારનું છે. કેમકે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું મૂળ નિમિત્ત બે પ્રકારે છે. બે પ્રકારના નિમિત્તથી જ (સમ્યગ્દર્શનને) બતાવતા ભાષ્યકાર કહે છે- નિસત્ ઈત્યાદિ, બીજાના ઉપદેશ વિના તથાભવ્યત્વ આદિથી અને કર્મના ઉપશમ આદિથી થનારું સમ્યગ્દર્શન નિસર્ગસમ્યગ્દર્શન છે. પરના ઉપદેશથી થનારું બાહ્યનિમિત્તની અપેક્ષાવાળું અને કર્મના ઉપશમ આદિથી જ થનારું સમ્યગ્દર્શન અધિગમસમ્યગ્દર્શન છે. વા શબ્દ નિમિત્તને બતાવનારો છે, અર્થાત્ (નિસર્ગ અને અધિગમ એ) બે નિમિત્ત એક જ સમ્યગ્દર્શનના નથી. ૧. પૂર્વ સૂત્રમાં રહેલા શબ્દને પછીના સૂત્રમાં ખેંચી લાવવો તે પરામર્શ.