________________
૩૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ અપરોપદેશ- સર્વના ઉપસંહારને કહે છે- અપરોપક્લેશ તિ, જેમાં પરનો ઉપદેશ નથી તે અપરોપદેશ. અનિવર્તિ રૂપ ભાવ અપરોપદેશ છે. (કેમકે તે કોઈના ઉપદેશથી થતો નથી.) આ પ્રમાણે નિસર્ગ વગેરે શબ્દો એક અર્થવાળા છે, ભિન્ન અર્થવાળા નથી.'
હવે, આ નિસર્ગસમ્યગ્દર્શન જેને થાય છે અને જે રીતે પ્રાપ્ત કરાયા છે તે જણાવવા માટે ભાષ્યકાર કહે છે- જ્ઞાન-ટર્ણન ઇત્યાદિથી આરંભી યેનાયાનુપટ્ટેશાત્ સ ર્ણનમુત્પદ્યતે સુધી. તેમાં વિશેષ અધ્યવસાય તે જ્ઞાન. સામાન્ય અધ્યવસાય તે દર્શન. જ્ઞાન-દર્શન બંને જ ઉપયોગ રૂપ છે. જ્ઞાન-દર્શન એ બે જ ઉપયોગ જીવનું લક્ષણ છે. જીવનું આ લક્ષણ ૩૫યોગી નક્ષણમ્ (૨-૮) એ સૂત્રમાં કહેવાશે. આ લક્ષણ જીવનું છે, મહદ્ આદિનું નથી.
સંસાર અનાદિ છે એનું કારણ અનાદ્રિ- જેની આદિ નથી તે અનાદિ. જો આદિ માનવામાં આવે તો પહેલાં ન હતો અને ઉત્પન્ન થયો. જે વસ્તુ સર્વથા જ ન હોય તેનો સદ્ભાવ(=સત્તા) ન ઘટે. માટે સંસાર અનાદિ છે. સંસારની આદિ માનવામાં અતિપ્રસંગ આવે=બીજી પણ સર્વથા અસતવસ્તુઓની ઉત્પત્તિ થાય. તથા પોતાનાથી જ( એની મેળે જો નાશ થવાની આપત્તિ આવે.
સંસાર– સરકવું તે સંસાર, અર્થાતુ નરકાદિમાં જવું તે સંસાર. અહીં નરકાદિમાં જવું તે નરકાદિમાં સ્થિતિનું પણ ઉપલક્ષણ છે. તેથી નરકાદિમાં જવું અને નરકાદિમાં રહેવું એ સંસાર છે. ૧. નાથcરવૃત્તિત્વ.. એ પંક્તિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- વૃત્તિત્વ એટલે સ્થિતિ(=રહેવું), આ
શબ્દોની અન્ય અર્થમાં વૃત્તિ સ્થિતિ નથી, અર્થાત્ એક જ અર્થમાં વૃત્તિ છે. ૨. સાંખ્યદર્શનમાં ૨૫ તત્ત્વો છે. તેમાંનું એક તત્ત્વ મહત્વ છે. એને બુદ્ધિ પણ કહેવામાં આવે
છે. સાંખ્યદર્શન પ્રમાણે બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરવું( બાહ્ય પદાર્થોને જાણવા) એ પુરુષનું (=આત્માનું) સ્વરૂપ નથી. જ્ઞાન પુરુષનો ધર્મ નથી, કિંતુ બુદ્ધિનો ધર્મ છે. એથી બુદ્ધિએ જે જાણ્યું હોય તેને જ પુરુષ જાણે છે.