Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
60
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ नर्ते च मोक्षमार्गाद्, हितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिममेवे-ति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥३१॥
શ્લોકાર્થ– આ સમસ્ત વિશ્વમાં મોક્ષમાર્ગ સિવાય બીજો કોઈ કલ્યાણકારી ઉપદેશ નથી, આથી મોક્ષમાર્ગ એ જ શ્રેષ્ઠ ઉપદેશ છે એવો નિર્ણય કરીને હું મોક્ષમાર્ગને કહીશ. (કા.૩૧)
ટીવ- “સર્વે વે'ત્યાઃ “નર્વે મોક્ષમા' મોક્ષમાદતેमोक्षमार्ग विहाय हितोपदेशो विद्यते 'जगति कृत्स्नेऽस्मिन्', सम्पूर्णेऽपि त्रैलोक्य इत्यर्थः, अर्थोपदेशादीनां प्रकृत्यसुन्दरत्वात् क्लेशजनकत्वात् संसारवर्द्धनत्वाच्च, यत एवं 'तस्मात् परमिममेवेति' तस्मादित्यवधारणोपसंहारः, परं-प्रधानं प्रकृतिसुन्दरत्वाद्विशुद्धिजनकत्वात्, प्रधानपुरुषोपायत्वात्, इममेव-प्रस्तुतं हितोपदेशं, इति-एवं वक्ष्यमाणेन प्रकारेण 'मोक्षमार्गम्' अपवर्गपन्थानं प्रवक्ष्यामि, किमन्येन परिफल्गुनाऽभिहितेनेति ॥३१॥
ટીકાર્થ– “નત્તે વે’ત્યાવિ, “નત્તે મોક્ષમત” સંપૂર્ણ જગતમાં પણ, અર્થાત્ ત્રણ લોકમાં મોક્ષમાર્ગને છોડીને બીજો કોઈ હિતોપદેશ નથી. કેમકે અર્થનું ઉપાર્જન કરવું વગેરે ઉપદેશો ક્લેશને ઉત્પન્ન કરનારા હોવાથી અને સંસારને વધારનારા હોવાથી સ્વભાવથી જ અસુંદર છે. આમ હોવાથી “તમાન્ પરમિતિ” તેથી એવો પ્રયોગ અવધારણના ઉપસંહારવાળો છે. તેથી મોક્ષમાર્ગનો ઉપદેશ સ્વભાવથી સુંદર હોવાના કારણે વિશુદ્ધિને ઉત્પન્ન કરનારો હોવાથી અને મુખ્ય પુરુષાર્થનો ઉપાય હોવાથી પ્રસ્તુત હિતોપદેશને જ હવે કહેવાશે તે પ્રમાણે મોક્ષમાર્ગને જ કહીશ, નિરર્થક બીજું કહેવાથી શું?
॥ तत्त्वार्थकारिका हरिभद्रसूरिविरचितायां तत्त्वार्थटीकायां समाप्ताः ॥