Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૫ ભાષ્યાર્થ– તે આ સમ્યગ્દર્શન નિસર્ગસમ્યગ્દર્શન અને અધિગમ સમ્યગ્દર્શન એમ બે પ્રકારનું છે. સમ્યગ્દર્શન નિસર્ગથી કે અધિગમથી ઉત્પન્ન થાય છે, એમ બે હેતુવાળું હોવાથી બે પ્રકારનું છે. નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ આ પ્રમાણે એક અર્થ છે, અર્થાત્ આ શબ્દો નિસર્ગના પર્યાયવાચી છે. જીવ જ્ઞાન-દર્શનના ઉપયોગ રૂપ લક્ષણવાળો છે એમ આગળ (અ.૨ સૂ.૮મા) કહેવાશે. અનાદિ સંસારમાં કર્મથી જ પરિભ્રમણ કરતા, પોતે કરેલા કર્મથી બંધ-નિકાચનાઉદય-નિર્જરાની અપેક્ષાએ નારક-તિર્યંચયોનિ-મનુષ્ય-દેવભવોમાં પુણ્યપાપના વિવિધ ફળને અનુભવતા જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ સ્વભાવથી પરિણામરૂપ અધ્યવસાયના તે તે સ્થાનાંતરોને (અન્ય સ્થાનોને) પામતા એવા અનાદિ મિથ્યાષ્ટિ પણ તે જીવને પરિણામવિશેષથી તેવું અપૂર્વકરણ થાય છે કે જેથી તેને ઉપદેશ વિના સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. આ નિસર્ગસમ્યગ્દર્શન છે.
અધિગમ-અભિગમ-આગમ-નિમિત્ત-શ્રવણ-શિક્ષા અને ઉપદેશ આ બધાનો એક અર્થ છે, અર્થાત્ આ બધા શબ્દો અધિગમ શબ્દના પર્યાયવાચી છે. આ પ્રમાણે પરોપદેશથી તાત્ત્વિક પદાર્થોની જે શ્રદ્ધા થાય છે તે અધિગમસમ્યગ્દર્શન છે. (૧-૩)
टीका- प्रक्रमाद्गम्यमानस्याप्यस्य तदिति सर्वनाम्ना परामर्शः, सर्वविनेयानुग्रहायातिसूक्ष्मातिबादरग्रन्थप्रारम्भकापोहेन मध्यमारम्भख्यापनार्थः सम्यग्दर्शनं मूलहेतुद्वैविध्याद् द्विविधमिति सूत्रसमुदायार्थः, अवयवार्थमाह भाष्यकार:-'तदेत'दित्यादिना तच्छब्द एतच्छब्दार्थः, तदेतदनन्तराधिकृतं सम्यग्दर्शनं द्विविधं भवति, निमित्तद्वैविध्यात्, अनेनैव व्यपदिशन्नाह-'निसर्गे'त्यादि, अपरोपदेशात्तथाभव्यत्वादितः कम्र्मोपशमादिजं तु निसर्गसम्यग्दर्शनं, परोपदेशतस्तु बाह्यनिमित्तापेक्षं कर्मोपशमादिजमेवाधिगमः सम्यग्दर्शनमिति, वाशब्दो निमित्तदर्शनपरः, नैकस्यैव द्वयं निमित्तमित्यर्थः, एतदेव सूत्रेऽप्यसमासकरणे प्रयोजनम्,